• જલાલપોરના ગ્રીન પેરેડાઈઝ નામના ફાર્મ હાઉસમાં બે શખ્સો આઈપીએલની મેચ પર સટ્ટાનું નેટવર્ક અંગેની બાતમી મળતા પોલીસે રેડ કરી
  • મુંબઇના બુકી અક્ષેશ ત્રિવેદી તેમજ સંદીપ રૂપારેલ ને પકડી પાડવામાં આવ્યા
  • 7 મોબાઇલ,લેપટોપ,ચાર્જર કેલ્ક્યુલેટર,રોકડ, સ્ક્વોડા ગાડી વગેરે મળીને 6.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

WatchGujarat. આઈપીએલ મેચ શરૂ થતાં સટ્ટોડિયાઓ નો સટ્ટો પણ શરૂ થઇ ગયો છે. હાલ આઈપીએલ મેચ ચાલુ રહી હોય સટ્ટાબેટિંગ પણ પુરબહારમાં ચાલી રહ્યું છે સુરત,મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના બુકીઓએ ગોઠવેલા નેટવર્કના આધારે દરેક મેચ ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાઇ રહ્યો છે. શહેરોમાં પોલીસ સતર્ક હોય હવે શહેરોના છેવાડે આવેલા ફાર્મ હાઉસ તેમજ ફ્લેટ ભાડે રાખીને સટ્ટાનું નેટવર્ક ઓપરેટ કરવાની મોડસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે.

આવું જ એક નેટવર્ક નવસારીના એક ફાર્મ હાઉસમાં ચાલી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં મુંબઈના બે બુકીને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે સુરતના એક બુકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મરોલી પોલીસને મળેલી બાતમી મળી કે, જલાલપોરના ગ્રીન પેરેડાઈઝ નામના ફાર્મ હાઉસમાં બે શખ્સો આઈપીએલની મેચ પર સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા અહીં રેડ પાડવામાં આવી હતી. જેમાં મુંબઇના બુકી અક્ષેશ ત્રિવેદી તેમજ સંદીપ રૂપારેલ ને પકડી પાડવામાં આવ્યા હતા.

તેમની પાસેથી 7 મોબાઇલ,લેપટોપ,ચાર્જર કેલ્ક્યુલેટર,રોકડ, સ્ક્વોડા ગાડી વગેરે મળીને 6.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે આ બે મુખી સાથે રહેલા સુરતના અન્ય એક બુકી રાજેશ ઠક્કર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મરોલી પોલીસની કાર્યવાહી બાદ હવે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતમાં પણ દરોડા પાડી શકાશે તેવી સંભાવના છે. પકડાયેલા રેકેટનો સુરત કનેક્શન પણ હોવું જોઈએ તેવું પોલીસને લાગી રહ્યું છે. સુરતમાં પણ શ્રીપદ એપાર્ટમેન્ટમાંથી ભરત ઠક્કર અને પ્રકાશ ઠક્કર પાસે હાલ સટ્ટો રમાડવાનો સાધનો સાથે કબજે લેવામાં આવ્યા હતા. આ બુકીઓ PANEL.STAR11EXCHની આઇડી માંથી સટ્ટો રમાડતા હતા. આ આઇડી માંથી 11,52,51,381,46 રૂપિયા મળી આવ્યા છે. આ દર્શાવે છે કે આ નેટવર્ક કેટલું મોટા પાયે ચાલી રહ્યું હતું

સટ્ટાબેટિંગની હારજીતની ચુકવણી માટે આંગડિયા સર્વિસનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી પણ સામે આવી છે. આઈપીએલમાં સુરતના પણ ઘણા નાના મોટા સટોડિયાઓ સામેલ હોવાની ચર્ચા છે.

સુરતની વાત કરીએ તો મુન્નો ઓલપાડ પિન્ટું, જીગરવાપી, બાલો, વિકાસ, સેજલ, હિતુ-શાલુ-રવિ, બંટી સિટિલાઇટ, હાર્દિક, ચિન્ટુંભાઇજી-રોમિલ, મનોજશર્મા, ગજુ-વહાબ, બાલાજી, દીપુ-બાલો વિગેરેનું ખૂબ મોટું નેટવર્ક ફેલાયેલું છે. એક સમયે શહેરમાં મુન્ના અને બંટીનો દબદબો હતો જ્યારે હિતુ-શાલુ-રવિની ટોળકીએ મોટુ નેટવર્ક ઉભું કરી ચૂક્યા છે. આ ટોળકી હાલ ફૂલફોર્મમાં છે, તેઓ આઇડી ઓપરેટર અને ગ્રાહકોને બિન્દાસ્ત કહી રહ્યા છે કે કોઇપણ પકડે તો આપણું નામ દઇ દેવાનું, બધે સેટિંગ ગોઠવાયેલું છે. તે ક્રિક્રેટ સટ્ટા સાથે શેરબજારનો ડબ્બો પણ મોટાપાયે રમાડી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners