કાર્તિક જીવાણી એ પરીક્ષાની તમામ તૈયારીઓ સુરતથી જ કરી હતી
કાર્તિક જીવાણીએ 2019માં પહેલીવાર જ્યારે આ પરીક્ષા પાસ કરી ત્યારે તેનો 94મો ક્રમ આવ્યો હતો
2021માં ત્રીજી વાર જ્યારે પ્રયાસ કર્યો ત્યારે સમગ્ર દેશમાં આ વખતે તેણે 8મો નંબર મેળવ્યો છે
WatchGujarat. સુરતનો હવે શિક્ષણ ક્ષેત્રમાં પણ ડંકો વાગી રહ્યો છે. UPSC ની પરીક્ષામાં અત્યારસુધી ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ આગળ પડતું ન હતું. એ મિથ્યાને સુરતના યુવાને તોડી છે. સુરતના કાર્તિક જીવાણીએ UPSC ની પરીક્ષામાં સમગ્ર દેશમાં 8મુ સ્થાન મેળવ્યું છે. લાંબા સમય બાદ ગુજરાત અને તેમાં પણ સુરતના કોઈ વિદ્યાર્થીએ આ સિદ્ધિ મેળવી છે. કાર્તિક જીવાણીએ ત્રણ વખત UPSC ની પરીક્ષા પાસ કરી છે.
મહત્વની વાત તો એ છે કે કાર્તિક જીવાણી એ પરીક્ષાની તમામ તૈયારીઓ સુરતથી જ કરી હતી. દિલ્હીમાં પણ તેણે અભ્યાસ માં મદદ માટે કોઈ પણ કોચિંગ કલાસ જોઈન નહોતા કર્યા. સુરત બેસીને તેણે દિલ્હીના તમામ UPSC ના કલાસીસ ફક્ત ઓનલાઈન જોઈને જ અભ્યાસ કર્યો હતો. અને માત્ર ને માત્ર તેના આધારે જ તૈયારીઓ કરી હતી.
કાર્તિકે ધોરણ 12 સુધીનો અભ્યાસ સુરતમાં કર્યો હતો અને ફે પછીનો ઉચ્ચ અભ્યાસ તેણે મુંબઈમાં કર્યો છે. કાર્તિક જીવાણીએ 2019માં પહેલીવાર જ્યારે આ પરીક્ષા પાસ કરી ત્યારે તેનો 94મો ક્રમ આવ્યો હતો. 2020માં બીજી વાર પરીક્ષા આપી ત્યારે તે 84માં ક્રમે આવ્યો હતો. બંને વખતે ફક્ત એક જ માર્ક્સ માટે ફે IAS થતા રહી ગયો હતો. પણ તો ય તેણે હિંમત હારી નહોતી. અને સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા.
2021માં ત્રીજી વાર જ્યારે પ્રયાસ કર્યો ત્યારે સમગ્ર દેશમાં આ વખતે તેણે 8મો નંબર મેળવ્યો છે. અને સુરતનું નામ રોશન કરીને તેનું આઈએએસ બનવાનું સપનું પણ પૂરું કર્યું છે. આ સફળતા સુધી પહોંચવા કાર્તિક સતત આઠથી દસ કલાક વાંચતો હતો. સવારે સુઇને તે ફક્ત રાત્રે જ વાંચન કરતો હતો. તેણે પોતાની આ સફળતાનો શ્રેય તેના માતાપિતા ને આપ્યો છે.
હવે ગુજરાત અને ગુજરાતી વિદ્યાર્થીઓ GPSC અને UPSC તરફ વધુ વળી રહ્યા છે. કાર્તિકે જણાવ્યા પ્રમાણે જે વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં આવવા માંગતા હોય તેમણે સતત ન્યૂઝપેપર વાંચવા જોઈએ. રિવિઝનની સાથે સતત લખવાની પણ પ્રેક્ટિસ પાડવી જોઈએ.
કાર્તિક હાલ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યા ક્ષહહે. જેને પૂર્ણ થવામાં દોઢ મહિનો બાકી છે. એ પછી તે આગળ અભ્યાસ માટે જશે.કાર્તિકના પિતા ડો.નાગજીભાઈ વરાછામાં લેબોરેટરી ચલાવે છે. 1994માં જ્યારે પ્લેગ આવ્યો ત્યારે સુરતમાં ડિલિવરી કરાવનાર કોઈ ડોકટર નહોતા. આ વાત સાંભળીને સુરતમાં આવેલા પાલિકા કમિશનર એસ.આર.રાવે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાંખી હતી. કાર્તિક જીવાણીમાં પણ ત્યારથી આઈએએસ બનવાના બીજ વવાયા હતા. જે આજે કૂંપળ બનીને ફૂટી નીકળ્યું છે. અને ભવિષ્યમાં તે વટવૃક્ષ બનીને સુરતનું નામ રોશન કરશે.