સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં દીપડાઓ હોવાના અનેક વિડિયો થોડા દિવસ પહેલા જ વાયરલ થયા હતા
વીડિયોમાં બે જેટલા દીપડાઓ દેખાતા હતા અને તે ખૂબ કદાવર અને ખૂંખાર હોય તે પ્રકારે વીડિયોમાં જોવા મળ્યા
નેશનલ હાઇવે પર બે દીપડાના મોતની ઘટના બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી
WatchGujarat. સુરતના ગ્રામ્ય વિસ્તાર ખાસ કરીને સુરત જિલ્લામાં આવેલ પલસાણા કામરેજ મહુવા જેવા ગ્રામ્ય વિસ્તારમાં અનેક વખત દિપડો જોવા મળે છે. ત્યારે આજે વહેલી સવારે સુરતના કામરેજ નજીક નેશનલ હાઇવે પર બે દીપડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. દીપડાને મૃતદેહને જોતા જ નેશનલ હાઈવે પર કોઈ વાહન અકસ્માતથી દીપડાને ગંભીર ઇજા થઇ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કોઈ વાહન દ્વારા તેને અડફેટમાં લેવામાં આવ્યા હોઈ શકે છે અને તે પછી તેમનું મોત નીપજ્યું હોઈ શકે છે.
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં દીપડાઓ હોવાના અનેક વિડિયો થોડા દિવસ પહેલા જ વાયરલ થયા હતા. જેવા દીપડાઓ આ વિસ્તારમાં મોડીરાત્રે શેરડીના ખેતર ની અંદર પણ ફરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે ગ્રામવાસીઓ માં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો. વીડિયોમાં બે જેટલા દીપડાઓ દેખાતા હતા અને તે ખૂબ કદાવર અને ખૂંખાર હોય તે પ્રકારે વીડિયોમાં જોવા મળ્યા હતા.
આ દૃશ્ય જોતાં ગ્રામવાસીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. દીપડાઓ ખાસ કરીને શેરડીના ખેતરમાં ખૂબ સરળતાથી ચાલ્યા જતા હોય છે. જેના કારણે શેરડી કાપતા ખેડૂતોમાં પણ ભય જોવા મળતો હતો સુરતના તાજેતરમાં બોટાદ રોડ પર એક દીપડો વીડિયોમાં જોવા મળ્યો હતો. દીપડો દેખાતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
વનવિભાગ દ્વારા પણ પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે હાલ કાપણીને કારણે ખેતર ખુલ્લા થઈ ગયા હોય દીપડા ગામમાં આવી જતા હોય છે. નેશનલ હાઇવે પર બે દીપડાના મોતની ઘટના બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. વનવિભાગના અધિકારીઓ દ્વારા સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઇ વાહન દ્વારા અકસ્માત થયા બાદ મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આવા કેટલા દીપડા હજી પણ આ વિસ્તારમાં છે તે બાબતે વનવિભાગ સતર્ક થઇ ગયું છે.