• બપોરે 12:30 થી એક વાગ્યાના અરસામાં મહિધરપુરા વિસ્તારમાં આવેલી કંસારા શેરી એક વ્યક્તિ પોતાની ગાડી પર જોખમ લઈને જઈ રહ્યો હતો
  • સફેદ રંગની એક્સેસ ગાડી પર આવેલા અને ચહેરા પર રૂમાલ બાંધેલા ત્રણ શખ્સોએ તેની પાસેથી રહેલો મોટો થેલો ઝૂંટવી લીધો
  • પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે તેમાં અંદાજે એક કરોડ રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું

WatchGujarat. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી કંસારા શેરી માં લૂંટની ચકચારી ઘટના બનવા પામી છે. આ રીતે શહેરમાં ગુનાખોરીનું સિલસિલો યથાવત્ રહ્યો છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલી કંસારા શેરી માં જોખમ લઈને જતા વ્યક્તિ પાસેથી સફેદ રંગની એક્સેસ ગાડી પર આવેલા ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.જેના આધારે મહિધરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

બનાવની હકીકત એવી છે કે આજે બપોરે 12:30 થી એક વાગ્યાના અરસામાં મહિધરપુરા વિસ્તારમાં આવેલી કંસારા શેરી એક વ્યક્તિ પોતાની ગાડી પર જોખમ લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન સફેદ રંગની એક્સેસ ગાડી પર આવેલા અને ચહેરા પર રૂમાલ બાંધેલા ત્રણ શખ્સોએ તેની પાસેથી રહેલો મોટો થેલો ઝૂંટવી લીધો હતો.

આ થેલા માં કેટલી રકમ હતી કે સોનુ હતું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે તેમાં અંદાજે એક કરોડ રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ મહિધરપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘરોમાં લાગેલા તેમજ દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ગોલ્ડ રિફાઇનરી માં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે તે મૂળ મહારાષ્ટ્રનો વધે છે જેનું નામ સરોજ સોનલ હોવાનું સામે આવ્યું છે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. જોકે હજી સુધી એ માહિતી સામે નથી આવી કે ફરિયાદીની  કંપનીનું નામ શું છે અને તેના પાસે કેટલી રોકડ રકમ અથવા તો જોખમ રહેલું હતું.પોલીસે હજી આ અંગે કોઈ ફોડ પાડ્યો નથી. ફરિયાદીના નિવેદનનના આધારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud