• મેયરના બંગલા માટે ખરીદવામાં આવેલા વાસણોને લઈને પણ સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે
  • ગાર્ડન એરિયામાં છોડ માટે પોણા ત્રણ લાખ રૂપિયા, એસીના આઉટડોરમાંથી નીકળતા ડ્રેઇન વોટર નિકાલની પાઇપ નાંખવા માટે 1.46 લાખ રૂપિયાનો ખર્ચ થતા વિવાદ થયો
  • મેયરના બંગલાને પૂર્ણ કરવામાં 4 વર્ષ જેટલો સમય લાળગ્યો છે

WatchGujarat. જ્યારથી સુરતમાં મેયરનો બંગલો બન્યો છે, ત્યારથી કોઈ ને કોઈ નવો વિવાદ આ મેયર બંગલાને લઈને સામે આવી રહ્યો છે. હવે એક નવો વિવાદ મેયર બાંગ્લા માટે ખરીદવામાં આવેલા વાસણોને લઈને સામે આવ્યો છે. એક તરફ મનપાની તિજોરી તળિયા ઝાટક થઇ ગઈ છે, ત્યાં બીજી તરફ પાંચ કરોડના ખર્ચે બનાવાયેલા આલીશાન મહેલ જેવા મેયરના આ બંગલા માટે આ પહેલા ઇલેક્ટ્રીસીટીના બિલને લઈને પણ વિવાદ ઉભો થઇ ચુક્યો છે.

તાજેતરમાં જ મેયરના બંગલા માટે ખરીદવામાં આવેલા વાસણોને લઈને પણ સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. મેયર ના આ બંગલા માટે વાસણ ખરીદીનું બિલ મંજૂરી માટે આવ્યું છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વિપક્ષના સભ્યોએ જાહેર બાંધકામ સમિતિમાં આ દરખાસ્તની મંજૂરી સામે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. વાસણ ખરીદી માટે અઢી લાખ રૂપિયાનું બિલ મંજૂરી માટે આવ્યું છે.

નોંધણીય છે કે, ગાર્ડન એરિયામાં છોડ માટે પોણા ત્રણ લાખ રૂપિયા, એસીના આઉટડોરમાંથી નીકળતા ડ્રેઇન વોટર નિકાલની પાઇપ નાંખવા માટે 1.46 લાખ રૂપિયાનો ખર્ચ થતા વિવાદ થયો હતો. આ ઉપરાંત ગયા વર્ષે જુલાઈ મહિનાનું લાઈટ બિલ પણ અધધધ 51,890 રૂપિયા, મેં મહિનાનું બિલ 12,120 રૂપિયા તો અન્ય મહિનાનું લાઈટ બિલ 3560 રૂપિયા હતું. આમ લાઈટ બિલ અચાનક કેવી રીતે વધી ગયું તે બાબતે પણ સવાલો ઉભા કર્યા છે.

મેયરના બંગલાને પૂર્ણ કરવામાં 4 વર્ષ જેટલો સમય લાળગ્યો છે. આ બંગલામાં સિક્યોરિટી કેબીન, સર્વન્ટ ક્વાર્ટર્સ, વેઇટિંગ એરિયા, ગેસ્ટ રૂમ, ફોર્મલ લિવિંગ રૂમ , ડાઇનિંગ રૂમ , માસ્ટર બેડ રૂમ , કિચન, સ્ટોર રૂમ , ફેમિલી સીટિંગ, પૂજા રૂમ , વગેરે જેવી અનેક સુવિધાઓ છે.

Facebook Comments Box

Videos

Our Partners