• રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લઈને આવતાં પેડલરને એસઓજીએ ઝડપી પાડ્યો
  • પોલીસે જૈમીનની પૂછપરછ કરતાં લોકડાઉમ દરમિયાન તે ડ્રગ્સની લતે ચઢયો હોવાનું કબૂલ્યું
  • લત સંતોષવા મંગાવતા ડ્રગ્સ પૈકી કેટલોક ભાગ વેચી નાંખતો હોવાનું સવાણીએ કબૂલતો પોલીસ ચોંકી ઉઠી

WatchGujarat. રાજસ્થાની ડ્રગ્સ પેડલર ઝડપાયા બાદ પોલીસની રડારમાં આવેલા જૈમીન સવાણીની તપાસમાં તે પોતે આ ડ્રગ્સ ફેક્ટરી શરુ કરવા તૈયારી કરી ચૂક્યો હોવાનો પર્દૈફાશ થયો છે. એસઓજીએ સરથાણાના શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાન ભાડે લઈ બનાવાયેલી ફેક્ટરીમાં દરોડો પાડી ૨૨ લાખ કિઁમતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.

રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લઈને આવતાં પેડલરને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. આ પેડલરની તપાસમાં ડ્રગ્સ જૈમીન સવાણીએ મંગાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જૈમીનની પૂછપરછ કરતાં લોકડાઉમ દરમિયાન તે ડ્રગ્સની લતે ચઢયો હોવાનું તેણે કબૂલ્યું હતું. લત સંતોષવા મંગાવતા ડ્રગ્સ પૈકી કેટલોક ભાગ વેચી નાંખતો હોવાનું સવાણીએ કબૂલતો પોલીસ ચોંકી ઉઠી હતી.

એસઓજીના ઇન્સ્પેક્ટર સુવેરાએ જૈમીનની કડક પૂછપરછ હાથ ધરી હતી. તે કોની કોની પાસે કેયાં ક્યાંથી ડ્રગ્સ મંગાવતો તથા ઉપયોગ કરવામાં તેની સાથે કોણ સામેલ હતા એની માહિતી મેળવવા કવાયત કરાઈ હતી.આ દિશાની તપાસમાં જૈમીનના ખતરનાક ઇરાદા અને તે માટે કરાયેલી તૈયારીનો પર્દાફાશ થયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપયોગમાં લેવા મંગાવાયેલા ડ્રગ્સ પૈકી કેટલોક હિસ્સો વેચતાં સવાણીની સારા રૂપિયા મળ્યા હતા. તેના ઉપરથી તેણે જાતે જ ડ્રગ્સ બનાવી વેચવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેણે ઈન્ટરનેટ તથા અન્ય માધ્યમોથી માહિતી એકઠી કરી હતી. ડ્રગ્સ બનાવવા માટે રો મટ્રિયલ્સ હાથવગું કરવા માંડ્યું હતું.

સવાણીએ ડ્રગ્સ ની ફેક્ટરી માટે સરથાણા રોડ ઉપરના રાજવી શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાન પણ ભાડે લીધી હતી. આ સ્થળે ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરે એ પહેલા તેનો પેડલર પોલીસના હથ્થે ચઢી ગયો હતો. પોલીસ જૈમીન સુધી પહોંચી જતા તે ફેક્ટરી ચાલુ કરી શક્યો ન હતો.

એસઓજીની ટીમે જૈમીન દ્વારા ભાડે લેવામાં આવેલી દુકાનમાં દરોડો પાડી રો મટીરીયલ્સ કબજે લીધું હતું. સવાણીએ ભાડે રાખી એ દુકાનમાં પહેલા મહેંદી કલાસ ચાલતાં હતાં. ડ્રગ્સ મામલે કોઈને શંકા ના પડે એ માટે તેણે મહેંદી કલાસના બોર્ડ હટાવ્યા ના હતાં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud