• સુરતમાં મોબાઈલ, ચેઈન સ્નેચીગ જેવી ઘટનાઓ સામે આવી રહી છે
  • કતારગામ વેડરોડ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દૂધ ચોરીની ઘટના સામે આવી
  • વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારે તે જરૂરી બન્યું

WatchGujarat. સુરતના કતારગામમાં વેડરોડ વિસ્તારમાં દૂધ ચોરીની ઘટના સામે આવી છે. ટેમ્પામાં આવેલો ઇસમ ખાલી કેરેટ મૂકી દૂધની બોટલ ભરેલું કેરેટ ચોરી કરી ફરાર થઇ જતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે

સુરતમાં મોબાઈલ, ચેઈન સ્નેચીગ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ હવે સુરતમાં દૂધ ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરતના કતારગામ વેડરોડ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દૂધ ચોરીની ઘટના સામે આવી રહી છે. દરમ્યાન આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક ઇસમ ટેમ્પો લઈને આવે છે અને બાદમાં ખાલી કેરેટ ત્યાં મુકે છે અને બાદમાં દુધની બોટલ ભરેલા કેરેટ ટેમ્પામાં મૂકી ફરાર થઇ જાય છે.

દૂધ ચોરીની ઘટનાને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.વેપારીઓએ જણાવ્યું હતું કે અગાઉ અન્ય વેપારીઓને ત્યાં પણ આ જ પ્રકારે ચોરી થઇ હતી. અને હવે મારે ત્યાંથી પણ ચોરી થઇ છે. હવે તો દૂધની થેલીઓ પણ સુરક્ષિત નથી તેમ કહી શકાય છે. 5 હજારના 7  કેરેટ દુધની ચોરી થઇ છે. વધુમાં આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારે તે જરૂરી બન્યું છે. અને આવા તસ્કરોને પકડીને પોલીસ તપાસ કરે તો અન્ય ચોરીઓનો ભેદ પણ ઉકેલાઈ જાય તેવી શક્યતા રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud