• એસએમસી આવાસમાં રહેતા રાજ રવિભાઇ કહાર અને તેની માતા વનિતાબેન સામે અડાજણ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
  • રાજ તે વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં લગ્ન કરવાની લાલચ આપી પોતાની સાથે સબંધ નહિ રાખે તો હું મરી જવા તેમ કહી ધમકી આપતો
  • કિશોરીના પરિવારજનોએ દીકરીને ઘરે કેમ બોલાવો છો તેમ કહેતા પુછતા ગમેતેમ બોલી અને માછીવાડથી માણસો બોલાવીને મરાવવાની ધમકી આપી હતી

WatchGujarat. અડાજણમાં કિશોરી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે માતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં માતા ઘરની બહાર પેહરો ભરતી અને પુત્ર કિશોરી પર દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે

અડાજણ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં રહેતા રાજ રવિભાઇ કહાર અને તેની માતા વનિતાબેન સામે અડાજણ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ રાજ તે વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં લગ્ન કરવાની લાલચ આપી પોતાની સાથે સબંધ નહિ રાખે તો હું મરી જવા તેમ કહી ધમકી આપતો હતો.

એટલું જ નહી રાજ કિશોરીને રૂમમાં લઇ જતો હતો તે વેળાએ તેની માતા બહાર બેસતી હતી અને કિશોરી સાથે શરીર સબંધ બાંધતો હતો. કિશોરી ના કહેતી હતી તો તેની સાથે જબરદસ્તી કરવામાં આવતી હતી. આવી જ રીતે ઉતરાયણના દિવસે પણ કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ મામલે કિશોરીના પરિવારજનોએ દીકરીને ઘરે કેમ બોલાવો છો તેમ કહેતા પુછતા ગમેતેમ બોલી અને માછીવાડથી માણસો બોલાવીને મરાવવાની ધમકી આપી હતી. જો કે આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners