સુરતમાં આંતક મચાવતી ગેંગ સામે પોલીસે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી
ગેંગના 10 પૈકી 8 આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી
ગેંગના બે આરોપી હજુ ફરાર છે તેને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા – સુરત પોલીસ કમિશ્નર
WatchGujarat. સુરતમાં કુખ્યાત વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજ્સીટોકનો ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં ફરાર અલ્તાફ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. અલ્તાફ પટેલની હિમાચલ પ્રદેશથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેની સામે 16 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું
સુરતમાં આંતક મચાવતી ગેંગ સામે પોલીસે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન સુરતમાં વિપુલ ગાજીપરા ગેંગ સામે પણ પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ ગેંગના વિપુલ ડાહ્યભાઈ ગાજીપરા, ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનીયો રમેશચંદ્ર ખત્રી, અલ્તાફ ગફુરભાઈ પટેલ, અંકિત કુમાર ઉફે ડોક્ટર કરમવીર સિંગ, શશાંકસિહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપ સિહ, ઉજવલદીપ ઉર્ફે યુડી બ્રીજમોહનસિંગ, અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સત્યનારાયણ પાંડે, કપિલ કુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ મામચંદ, આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ અને મોહમદ ઇલીયાસ બિલાલ કાપડિયા સામે ગુનો નોંધાયો હતો. 10 પૈકી 8 આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં નાસ્તા ફરતા આરોપી અલ્તાફ પટેલની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. તેની સામે 16 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા જે ગેંગ કાર્યરત હતી તેના વિરુદ્ધ ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજ્સીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં કુલ 10 આરોપી હતા જેમાંથી આ ગેંગનો મુખ્ય સાગરિત અલ્તાફ પટેલની ધરપકડ કરવામાં આવી છે. અલ્તાફ પટેલ જાણી જોઇને એવી વાત ફેલાવતો હતો કે તે ઇન્ડિયા છોડીને વિદેશ ભાગી ગયો છે. પરંતુ સુરત પોલીસે સતત મેહનત કરીને હિમાચલમાંથી તેની ધરપકડ કરાઈ છે. આ ગેંગના 10 પૈકી 8 ની ધરપકડ કરવામાં આવી છે. જયારે બે આરોપી હજુ ફરાર છે તેને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.