• સુરતમાં યુવતિના નામે ફેક એકાઉન્ટ બનાવીને તેમાં બનાવટી ફોટા અપલોડ કરવામાં આવ્યા
  • એકાઉન્ટથી યુવતિના ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી
  • મામલે ફરિયાદ નોંધાતા પોલીસે યુવતિના પુર્વ પ્રેમીની ધરપકડ કરી છે

WatchGujarat. સુરતમાં રહેતી યુવતીનું શોશ્યલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી તેમાં યુવતીના બીભત્સ ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા એટલું જ નહી ધમકીઓ પણ આપવામાં  આવી હતી. આ ઘટના અંગે યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હોમ ગાર્ડ તરીકે નોકરી કરતા યુવકની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ સુરતમાં રહેતી એક યુવતીના નામથી ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તે ફેક એકાઉન્ટમાં તપાસ કરતા પ્રોફાઈલ અને સ્ટોરીમાં યુવતીના ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એડિટ કરીને બીભત્સ ફોટા પણ અપલોડ કરાયા હતા. અને બાદમાં આ એકાઉન્ટથી યુવતીના ભાઈને યુવતીના ચારિત્ર્ય અંગે ખોટા અને બીભત્સ મેસેજો કરવામાં આવ્યા હતા. તેમજ તેણીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ ઘટનાને લઈને યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે પાંડેસરા ખાતે રહેતા વિકાસ સ્વામીનાથ રઘુવર સરોજની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં તે હોમગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમજ યુવતી સાથે અગાઉ તેનો પ્રેમ સબંધ હતો. અને યુવતીએ પ્રેમ સબંધ તોડી નાખતા બદલો લેવા માટે તેણે આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners