સુરત રેલ્વે પોલીસ દ્વારા અવાર નવાર ટ્રેનોમાંથી ગાંજાનો જત્થો ઝડપી પાડવામાં આવે છે
સુરત રેલ્વે સ્ટેશન પર આવેલી કોઈમ્બતુર રાજકોટ એક્સપ્રેસટ્રેનમાંથી એક ઇસમ શંકાસપદ જણાતા પોલીસે તેની અટકાયત લઇ તપાસ શરુ કરી
અંગઝડતી લેતા તેની પાસે રહેલી બેગમાંથી રૂ. 1.20 લાખની કિમતનો 12.03 કિલો ગાંજાનો જત્થો મળી આવ્યો
WatchGujarat. સુરત રેલ્વે સ્ટેશન પાસેથી પોલીસે એક ઈસમને 12.03 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી અને ગાંજાનો જત્થો કબજે કર્યો હતો. અને આ સમગ્ર મામલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત રેલ્વે પોલીસ દ્વારા અવાર નવાર ટ્રેનોમાંથી ગાંજાનો જત્થો ઝડપી પાડવામાં આવે છે. ત્યારે વધુ એક વખત ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સુરત રેલ્વે સ્ટેશન પર આવેલી કોઈમ્બતુર રાજકોટ એક્સપ્રેસટ્રેનમાંથી એક ઇસમ બેગને લઈને જતો હતો. તે શંકાસપદ જણાતા પોલીસે તેની અટકાયત લઇ તપાસ શરુ કરી હતી. પોલીસે તેની અંગઝડતી લેતા તેની પાસે રહેલી બેગમાંથી રૂ. 1.20 લાખની કિમતનો 12.03 કિલો ગાંજાનો જત્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આરોપીનું નામ શુભમ ઉર્ફે પીન્ટુ સુરેન્દ્ર પ્રધાન હોવાનું અને તે ઓડીસાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી ગાંજાનો જત્થો, એક મોબાઈલ અને એટીએમ કાર્ડ અને રોકડ રકમ સહીત કુલ રૂ. 1.32 લાખની મત્તા કબજે કરી હતી. વધુમાં આરોપી આ ગાંજાનો જત્થો કોને આપવાનો હતો. અને તેને આ ગાંજાનો જત્થો કોણે આપ્યો તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.