• બીજેપી મીડિયા સેલના પ્રમુખ હરિ અરોરાને ભૂમિકા શાહ અને ધવલ પટેલે એક ટ્વીટ મેસેજ મોકલ્યો હતો
  • ગિરીશ અમરસિંહ સાપરિયા એ પોતાના એકાઉન્ટમાં મેરી જિંદગી કા સફર યહી તક થા, સફર ભી ખતમ ઔર કામ ભી હંમેશા કે લિયે ગહરી નીંદ મેં સોને જાના હૈ મેસેજ ટ્વીટ કર્યો
  • પોલીસ કમિશ્નર ને આ અંગે જાણ થતાં તેઓએ પોલીસની ટીમને કામે લગાડી

WatchGujarat. માત્ર ધોરણ 9 સુધી ભણેલા યુવકે શહેર અને જિલ્લાની પોલીસને દોડતી કરી દીધી હતી. યુવકે ટ્વીટ એકાઉન્ટ માંથી પોતે આપઘાત કરવા જતો હોવાનું ટ્વીટ કરી ગુમ થઈ ગયો હતો. જો કે આખરે પોલીસે તેને વાપી હાઇવે પરથી શોધી કાઢ્યો હતો.

ઘણી વાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવત હોય છે કે જેને લઈને પોલીસ દોડતી થઈ જાય છે. અને આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. માત્ર 9 ધોરણ સુધી અભ્યાસ કરેલા યુવકે પોલીસને દોડતી કરી દીધી હતી.

ઘટના કંઈક એમ છે કે બીજેપી મીડિયા સેલના પ્રમુખ હરિ અરોરાને ભૂમિકા શાહ અને ધવલ પટેલે એક ટ્વીટ મેસેજ મોકલ્યો હતો. ડ્રામેટીકલી ફની એટ નૌટકી બાજ નામે ટ્વીટર એકાઉન્ટ બનાવનાર ગિરીશ અમરસિંહ સાપરિયા એ પોતાના એકાઉન્ટમાં મેરી જિંદગી કા સફર યહી તક થા, સફર ભી ખતમ ઔર કામ ભી હંમેશા કે લિયે ગહરી નીંદ મેં સોને જાના હૈ, કભી કિસી કા દિલ દુખાયા હો તો માફ કર દેના ઔર હા કભી કભી યાદ કર લેના વરના સપને મેં આઉંગા એમ લખ્યું હતું.

જેથી આ સમગ્ર મામલે હરિ અરોરા એ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ કમિશ્નર ને આ અંગે જાણ થતાં તેઓએ પોલીસની ટીમને કામે લગાડી હતી. પોલીસ તપાસમાં યુવાનનું સરનામું સંત તુકારામ સોસાયટીનું હોય અડાજણ પોલીસ પણ કામે લાગી હતી. પોલીસે તપાસ કરતા ત્રણ વર્ષ પહેલાં જ પરિવાર રસી લીધા બાદ ગુમ થયો હોય અઠવા અને ઉમરા પોલીસ પણ કામે લાગી હતી. ત્યારે આખરે પોલીસે યુવકને વાપી હાઇવે પરથી શોધી કાઢવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud