સુરતમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસ્યાં મેઘરાજા, આગામી 3 દિવસ આ વિસ્તારમાં પડશે ગાજવીજ સાથે વરસાદ
સતત મેઘમંડાણના કારણે રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
ધોધમાર વરસાદથી સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, 2 ઈંચ વરસાદમાં જ રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા
રોડ પરથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહન ચાલકોને હાલાકી થઇ
[caption id="attachment_1393110" align="aligncenter" width="640"] Surat - water logged due to rain[/caption]
WatchGujarat. રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધીમી અને નબળી થઈ હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ઉપરાંત લોકોને પણ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે આ વર્ષે સારો વરસાદ ન થયો હોવાથી પાણીની અછત પણ સર્જાઈ હતી. જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની ફરી એન્ટ્રી થઈ છે અને ઘણા વિસ્તારો જળમગ્ન બન્યા છે. ત્યારે સુરતમાં પણ મેઘ મંડાણ થતાં ગરમીથી રાહત મળી છે. સુરતમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતાં અડાજણ લિંબાયત સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. સતત મેઘમંડાણના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતાં સવારે કામ ધંધે જતાં લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પણ પોલ ખૂલી છે.
https://youtu.be/y_x92s-PyQg
સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયુ છે. ભારે વરસાદના કારણે ગુરુદ્વારા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ઉપરાંત રામદેવનગરમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પણ વરસાદનું પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદથી સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. સુરત શહેરના લંબે હનુમાન રોડ, માતાવડી અને બરોડા પ્રિસ્ટેઝ ચાર રસ્તા નજીક પાણી ભરાયા હતા.
શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. ભારે વરસાદથી સુરતના અનેક વિસ્તારો પાણી-પાણી થયા હતા. શહેરના ઉધના, ગુરુદ્વારા તેમજ તેની આસપાસના વિસ્તારોના રોડ-રસ્તા પર પાણી ભરાયા હતા. જેના કારણે સ્થાનિકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પરથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહન ચાલકોને હાલાકી થઇ હતી. શહેરના અઠવા,પાર્લે પોઈન્ટ,વેસુ, VIP, પાલ, અડાજણ,ઉધના,લિંબાયત, વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આવી સ્થિતિ ન સર્જાય તે માટે મહાનગર પાલિકા દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી હાથ ધરાતી હોય છે. તેમ છતાં સુરતમાં વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે , હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરતમાં મનમૂકીને મેઘરાજા વરસાતં સુરતના અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. હવામાન વિભાગની આગાહી આગામી 3 દિવસ સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સુરતમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસ્યાં મેઘરાજા, આગામી 3 દિવસ આ વિસ્તારમાં પડશે ગાજવીજ સાથે વરસાદ.