• અગાઉ સુરત કોર્પોરેશન દ્વારા નોક ધી ડોર કેમ્પેઇન પણ ચલાવવામાં આવ્યું હતું
  • પહેલા ડોઝમાં 100 ટકા સિદ્ધિ મેળવ્યા બાદ હવે સુરત મહાનગરપાલિકા એ બીજા ડોઝ માટે પણ 100 ટકા લક્ષ્યાંક પાર કરવા માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો
  • કોઈ સોસાયટી કે અન્ય સ્થળોએ રસિકરણથી વંચિત 10 કે તેથી વધુ વ્યક્તિ હોય તો તેઓએ 1800 123 8000 પર કોલ કરીને પાલિકાના આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી શકે છે

WatchGujarat. સુરત મહાનગરપાલિકા વેકસીનેશન ના પહેલા ડોઝ માટે રેકોર્ડ કરીને રાજ્યમાં પહેલી રહી છે. કોરોનાને કાબુમાં લેવાની સાથે સાથે માઈક્રો પ્લાનિંગ કરીને સૌથી પહેલા કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, સિનિયર સીટીઝન, દિવ્યાંગ, ગર્ભવતી મહિલાઓ સુધી વેકસીનનો પહેલો ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકાએ સિદ્ધિ મેળવી છે.

સુરત કોર્પોરેશન દ્વારા નોક ધી ડોર કેમ્પેઇન પણ ચલાવવામાં આવ્યું હતું. કારણ કે પહેલા ડોઝ પછી કોર્પોરેશનનો બીજો ટાર્ગેટ બીજા ડોઝ માટે આળસ કરનાર વ્યક્તિઓ સુધી પહોંચવાનો હતો. કારણ કે પહેલા ડોઝ પછી બીજો ડોઝ લેવામાં એક યા બીજા કારણોસર ભૂલી જનાર લોકો સુધી પહોંચવામાં પાલિકાએ આ અભિયાન શરૂ કર્યું છે.

પહેલા ડોઝમાં 100 ટકા સિદ્ધિ મેળવ્યા બાદ હવે સુરત મહાનગરપાલિકા એ બીજા ડોઝ માટે પણ 100 ટકા લક્ષ્યાંક પાર કરવા માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકો માટે આ સુવિધા ઉભી કરી છે.

કોઈ સોસાયટી કે અન્ય સ્થળોએ રસિકરણથી વંચિત 10 કે તેથી વધુ વ્યક્તિ હોય તો તેઓએ 1800 123 8000 પર કોલ કરીને પાલિકાના આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી શકે છે. જેની માહિતી મળ્યા બાદ પાલિકાની ટીમ તે સ્થળ પર જઈને લોકોને વેકસીનેટ કરશે. આમ, તહેવારો બાદ કોરોનાના કેસો મહદ અંશે વધ્યા બાદ હવે સુરત મહાનગરપાલિકાએ વેકસીનેશન કામગીરી પર વધારે ફોકસ કર્યું છે. અને મહત્તમ લોકો સુધી વેકસીનેશનનો લાભ પહોંચે તે દિશામાં બનતા તમામ પ્રયત્નો અને ઉપાયો હાથ ધર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud