કોરોનાની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી ધાર્મિક તહેવારો ઉજવી શકાયા ન હતા
સુરતમાં દર વર્ષે મોટા મોટા પાર્ટી પ્લોટ, એસી ડોમ સહિતની જગ્યાઓ પર ગરબો થાય છે તેમજ સુરતમાં બોલીવુડ કલાકારો પણ સુરતની નવરાત્રી નિહાળવા આવે છે
નવરાત્રીની તૈયારી જન્માષ્ટમી પહેલા જ શરુ કરી દીધી હતી - જય પટેલ
WatchGujarat. નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં આ વખતે અલગ અલગ થીમ પર પારંપરિક ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે. કલાત્મક, આભલાં, ઝરી,સ્ટોન, ટીલડી અને વિવિધ રંગો ભાતવાળી સુંદર પારંપારીક ગરબીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની છે.
https://youtu.be/jdQtkREF2WA
કોરોનાની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી ધાર્મિક તહેવારો ઉજવી શકાયા ન હતા. પરંતુ આ વર્ષે સંક્રમણ ઓછુ થતા ગાઈડલાઈન સાથે શેરી ગરબાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે. સુરતમાં પણ નવલા નોરતાની ભવ્ય ઉજવણી થાય છે. સુરતમાં દર વર્ષે મોટા મોટા પાર્ટી પ્લોટ, એસી ડોમ સહિતની જગ્યાઓ પર ગરબો થાય છે તેમજ સુરતમાં બોલીવુડ કલાકારો પણ સુરતની નવરાત્રી નિહાળ્વવા સુરત આવે છે. આ ઉપરાંત સુરતમાં પારંપરિક ગરબો પણ ખુબ જ પ્રખ્યાત છે. અને નવલા નોરતામાં પારંપરિક ગરબાની ખુબ જ માંગ હોય છે. ત્યારે આ વર્ષે સુરતમાં ગરબીઓ માંગ ખુબ જ વધી છે. આ વખતે શેરી ગરબાની પરવાનગી મળતા ગરબીઓની માંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં આ વખતે અલગ અલગ થીમ પર પારંપરિક ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે. કલાત્મક, આભલાં, ઝરી,સ્ટોન, ટીલડી અને વિવિધ રંગો ભાતવાળી સુંદર પારંપારીક ગરબીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની છે.
જય પટેલે જણાવ્યું હતું કે નવરાત્રીની તૈયારી જન્માષ્ટમી પહેલા જ શરુ કરી દીધી હતી. ઘરે ઘરે મુકવામાં આવતી ગરબીઓ બનાવવાની શરુઆત ૩ વર્ષ પહેલાથી જ કરીએ છીએ. જે પ્રકારની માંગ હોય તે પ્રકારની ગરબીઓ અમે બનાવીએ છીએ. અબલા, ટીબડી સહિતની ગરીબો બનાવીએ છીએ. માત્ર કાઠા વિસ્તાર જ નહી પરંતુ સુરત શહેરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ ગરબીઓ લઇ જાય છે. આ વર્ષે જેમ જેમ નવરાત્રીઓ નજીક આવી રહી છે તેમ તેમ વધારે ગરબીઓના વધુ ઓર્ડર આવી રહ્યા છે.