ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં જે ગુલાબ નામનું વાવાઝોડું સર્જાયું છે તેના કારણે હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
ઉકાઈ ડેમની ભજનક સપાટી 345 ફૂટ છે. જયારે હાલ ડેમ તેની ભયજનક સપાટી કરતા ફક્ત અઢી ફૂટ જેટલો જ દૂર છે
સુરત જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા કલેકટર દ્વારા પરિસ્થિતિનું રાઉન્ડ ઘી ક્લોક મોનીટરીંગ કરીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે
WatchGujarat. ઉકાઇના ઉપરવાસમાં ફરી એકવાર વરસાદનું જોર વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ગઈકાલ સુધી જે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. તેની માત્રા વધારીને હવે દોઢ લાખ ક્યુસેક જેટલી કરવામાં આવી છે.
https://youtu.be/YmsBuHwADQQ
ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં જે ગુલાબ નામનું વાવાઝોડું સર્જાયું છે તેના કારણે હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 342.30 ફૂટ છે. ડેમમાં પાણીની આવક 45 હજાર ક્યુસેક છે. જયારે ડેમના 8 દરવાજા છ ફૂટ સુધી અને પાંચ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. પાણીની આવકની સામે પાણીની જાવકમાં વધારો કરવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની ભજનક સપાટી 345 ફૂટ છે. જયારે હાલ ડેમ તેની ભયજનક સપાટી કરતા ફક્ત અઢી ફૂટ જેટલો જ દૂર છે. જેથી વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત મોનીટરીંગ કરી રહ્યું છે.
ડેમમાં દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદીની આસપાસના ગામો અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન પ્રવેશે તે માટે ડિવોટરિંગ પમ્પ પણ મુકવામાં આવ્યા છે. સુરત જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા કલેકટર દ્વારા પરિસ્થિતિનું રાઉન્ડ ઘી ક્લોક મોનીટરીંગ કરીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. અને જો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો કેવી રીતે કામગીરી કરવી તેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
હાલ દોઢ લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતા કેટલાક ગામોને અસર થઇ પણ શકે છે. જેથી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવમાં આવી રહી છે.