• સુરતમાં કિશોરી પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું, મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
  • રાતે હું સુતી હતી. ત્યારે આવીને લગ્ન કરવા પડશે તેમ કહીને જબરદસ્તી સિંદુર ભરીને મારી સાથે દુષ્કર્મ આચર્યું – પીડિતા
  • દોઢેક વર્ષ પહેલા તેના માતા પિતા લગ્ન માટે છોકરો શોધતા હતા. પરંતુ તેણીને લગ્ન ન કરવા હોય તેણે પરિચિત સુરજસિંગ પાસે મદદ માંગી હતી – ACP

WatchGujarat. ચીખલીથી ભાગીને આવેલી કિશોરી પર સુરતમાં સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે

મળતી માહિતી મુજબ ચીખલીમાં રહેતી કિશોરીને લગ્નનું દબાણ કરતા તે ભાગીને સુરત આવી હતી. અને તેણીની પર ત્રણ ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કિશોરીએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે સુરજસિંગ સત્યનારાયણ સિંગ રાજપુત, વિમલેશ પાઠક અને ચંદન ઝા નામના ઈસમો સામે ગુનો નોંધ્યો છે. અને સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

પીડીતાએ જણાવ્યું હતું કે મને ચીખલીથી સુરજસિંગ સત્યનારાયણ સિંગ રાજપુત સુરત લાવ્યો હતો. હું તેને ભાઈ કહેતી હતી. તે મને સુરત લઈને આવ્યો હતો. મને કહ્યું હતું કે તે પરિવાર સાથે રહે છે. મને સુરત લાવીને તેની રૂમમાં રાખી હતી. રાતે હું સુતી હતી. ત્યારે આવીને લગ્ન કરવા પડશે તેમ કહીને જબરદસ્તી સિંદુર ભરીને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું એટલુ જ નહી વિમલેશ પાઠક અને ચંદન ઝા નામના ઈસમોએ પણ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીને ફાંસી થાય તેવી મારી માંગ છે

એસીપી સીકે પટેલે જણાવ્યું હતું કે, સગીરા 17 વર્ષની છે. દોઢેક વર્ષ પહેલા તેના માતા પિતા લગ્ન માટે છોકરો શોધતા હતા. પરંતુ તેણીને લગ્ન ન કરવા હોય તેણે પરિચિત સુરજસિંગ પાસે મદદ માંગી હતી. અને સુરજસિંગે તેની મદદના બહાને તેણીની સાથે અલગ રૂમ રાખી તેની સાથે રહેવા લાગ્યો હતો અને ધાક ધમકીઓ આપતો હતો અને શરીર સબંધ બાંધતો હતો. આ ઉપરાંત તેના બે મિત્રોએ પણ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મળી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પોલીસે હાલ ત્રણેય આરોપીને અટકાયત કરી લીધી છે.

Facebook Comments Box

Videos

Our Partners