• હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી પ્લેયર સપના રંધાવાએ 27 લાખ પડાવ્યા હતા
  • સુરતમાં ક્રિકેટ રમતા ભાવિક પટેલ નામના ખેલાડીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
  • રણજી ટ્રોફી સહીતની મેચો રમાડવાના બહાને તેની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા

WatchGujarat. મૂળ નવસારીના અને હાલમાં સુરત રહેતા ક્રિકેટર ભાવિક પટેલને સ્ટેટ લેવલે રણજી ટ્રોફીમાં રમાડવાના સપના બતાવી હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી પ્લેયર સપના રંધાવાએ 27 લાખ પડાવ્યા હતા. ઈકોસેલે ગુરુવારે સપનાની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી છે.

વર્ષ 2018માં નવસારીના ક્રિકેટર ભાવિક પટેલ કિક્રેટ રમવા હિમાચલ પ્રદેશ ગયો ત્યારે રામ ચૌહાણ નામના ક્રિકેટર જોડે ઓળખ થઈ હતી. રામે ભાવિક પટેલને હિમાચલ પ્રદેશની રણજી પ્લેયર સપના રંધાવા સાથે ઓળખ કરાવી હતી. ત્યાર બાદ મહિલા ક્રિકેટર સપનાએ ક્રિકેટર ભાવિકની વિશાલ જોડે ઓળખાણ કરાવી હતી. ક્રિકેટર ભાવિક પટેલ પાસે સપનાએ 27 લાખ લઈ તેને 6 રણજી ટ્રોફી મેચ રમાડવાની વાત કરી વર્ષ 2018માં નાગાલેન્ડમાં એક રણજી રમાડી પછી કોઈ મેચ રમાડી ન હતી. રૂપિયાની માંગ કરવા છતાં ન આપતા ક્રાઇમબ્રાંચમાં ભાવિક પટેલે સપના રંધાવા વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. જેના આધારે ઈકોસેલે સપનાની ધરપકડ કરી હતી.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સુરતમાં ક્રિકેટ રમતા ભાવિક પટેલ નામના ખેલાડીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં રણજી ટ્રોફી સહીતની મેચો રમાડવાના બહાને તેની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ભાવિક પટેલની મુલાકાત કરી આ મામલે સંપૂર્ણ વિગત મેળવી તપાસ કરવામાં આવી હતી. ભાવિક પટેલ યુપી ખાતે ટુર્નામેન્ટ રમવા માટે ગયો હતો ત્યાં તેની મુલાકાત સપના રંધાવા સાથે થઇ હતી. સપનાએ તેને રણજી ટ્રોફી સહિતની મેચો રમવાનું પ્રલોભન આપ્યું હતું અને તેની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સપનાએ 12.10 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત નાગા લેન્ડની ટીમ વતી રણજી ટ્રોફી રમાડવાનું પ્રલોભન આપી બીજા 15 લાખ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા તેની શોધખોળ પણ તપાસ ચાલી રહી છે.

સપનાની પૂછપરછમાં 20 ખેલાડીઓ પાસેથી ૭૫ લાખની ઠગાઈ આચરી હોવાની વાત સામે આવી રહી છે. આ મામલે પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. ક્રિકેટ ભારતમાં ખુબ જ લોકપ્રિય રમત છે અને તેના સપના બતાવી કરિયર બનાવવાના બહાને ઠગાઈ આચરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners