સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં બરબોધન ગામે ફિલ્મી દ્રશ્યો સર્જાયા
યુવક ગામમાંથી પસાર થતા હાઇટેનશન વીજ પોલ પર ચડી ગયો
ભારે હોબાળો મચાવી આખું ગામ ગજવી મુક્યું
WatchGujarat. સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જ્યાં એક યુવક હાઈટેન્શન વીજપોલ પર ચડી ગયો હતો. જ્યાંથી તેણે આખું ગામ ગજવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. દારુના નશામાં આ યુવકે વીજપોલ પર ચડી ભારે ધમાલ મચાવી હતી. તો બીજી તરફ વીજપોલ પર કરંટ લગતા તે નીચે પણ પટકાયો હતો અને ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે
https://youtu.be/eaXOUoXkKZE
ઘણી વાર દારૂના નશામાં લોકોએ કાંઇક એવું કરી બેસે છે જેને લઈને આશ્ચર્ય ફેલાય છે અને આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં બરબોધન ગામ આવેલું છે. અહી એક યુવક ગામમાંથી પસાર થતા હાઇટેનશન વીજ પોલ પર ચડી ગયો હતો. યુવકને વીજપોલ પર બેસેલો જોઈ આખું ગામ ત્યાં ભેગું થઇ ગયું હતું. લોકોએ તેને નીચે ઉતારવા ભારે પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે નીચે ઉતાર્યો ન હતો. એટલું જ નહી યુવકની કોઈ માંગ પણ ન હતી. જો કે ગામના કેટલાક ઈસમો તેને ઓળખતા હોય તે દારૂના નશામાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહી આજે પણ તે દારૂના નશામાં જ વીજપોલ પર ચડી ગયો હતો. અને ભારે હોબાળો મચાવી આખું ગામ ગજવી મુક્યું હતું. ત્યાં હાજર લોકોએ તેને નીચે ઉતારવાનો પણ ખુબ પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક કોઈનું સાંભળવા રાજી હતો. બીજી તરફ કેટલાક લોકોએ આ વિડીયો પણ પોતાના મોબાઈલ કેમેરામાં કંડારી લીધો હતો.
આ તમાશો સતત બે કલાક સુધી ચાલ્યો હોવાની માહિતી મળી હતી. આ ઉપરાંત વીજપોલ પર યુવક બેઠેલો હોય તેને વીજ કરંટ લગતા તે નીચે પટકાયો હતો. નીચે પટકાતા જ યુવકને ગંભીર ઈજાઓ થઇ હતી. યુવક નીચે પટકાતા હાજર લોકોએ બુમાબુમ પણ કરી હતી. અને તેને તાત્કાલિક સવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ વિડીયો પણ હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો તરહ તરહની કોમેન્ટ અને કેપશન આપી આ વિડીયો શેર કરી રહ્યા છે.