• ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પડતર માંગણીઓને લઈ સફાઈ કામદારોએ મોરચો માંડયો
  • કડકડતી ઠંડીમાં અર્ધ નગ્ન થઈ વિરોધ કરવા મજબૂર સફાઇ કર્મચારીઓ
  • 17 મી જાન્યુઆરીથી દરરોજ દસથી વધુ સફાઈ કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો

WatchGujarat.હાલમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઘરની બહાર નિકળવુ મુશ્કેલ છે ત્યારે સફાઇ કામદારો અર્ઘ નગ્ન થઇને રસ્તા પર વિરોધ કરી રહ્યા છે. કારણ કે અત્યાર સુધીમાં અનેક વખત રજુઆત કરવા છતાં આજદિન સુધી પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવતા અનોખી રીતે વિરોધ કરવા માટે સફાઇ કામદારો મજબૂર બન્યા છે. એક કે બે દિવસથી નહીં પરંતુ ગાંધીનગરમાં સફાઇ કામદારો છેલ્લા ત્રણ મહિલાથી આ લડાઇ રહી છે જેનો આજ સુધી કોઇ નિવાડો ન આવતા આટલી કડકડતી ઠંડમાં સફાઇ કામદારો અર્ધ નગ્ન થઇને રસ્તા પર વિરોધ કરી રહ્યા છે.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગર મહાનગરપાલિકામાં સફાઈનું કામ સંભાળતી એજન્સી દ્વારા સફાઈ કામદારોનો સમયસર યોગ્ય પગાર નહીં ચુકવવામાં આવતા છેલ્લા ત્રણ મહિનાથી આ કામદારો વિરોધ નોંધાવી રહ્યા છે. આઉટ સોર્સીંગ એજન્સી મારફત સફાઈ કરાવવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા આ સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવામાં આવી હતી. સ્માર્ટ વોચથી હાજરી પુરાવાના કારણે આઉટ સોર્સીંગના સફાઈ કામદારોનો પગાર એજન્સી દ્વારા કાપી લેવામાં આવતો હતો. જેને લઈ આ કામદારો હડતાલ ઉપર છે.કામદારોએ અનેક વખત રજૂઆત કરી છે જોકે, તેમની રજૂઆતો કોર્પોરેશન કે એજન્સી દ્વારા સાંભળવામાં આવતી નથી. જેને લઈ તા.28 ડીસેમ્બરથી આ કર્મચારીઓ હડતાલ ઉપર છે. ત્યારે કોર્પોરેશનની કચેરીએ તેમણે અચોકકસ મુદ્દતના ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યા હતા. પરંતુ તેમાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવતાં તા. 17 મી જાન્યુઆરીથી દરરોજ દસથી વધુ સફાઈ કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો.

બીજી તરફ મહાનગરપાલિકામાં સ્માર્ટ વોચથી પગાર કપાવાના મુદ્દે આઉટ સોર્સીંગના કર્મચારીઓ વિરોધ નોંધાવીને હડતાલ ઉપર છે. ત્યારે કાયમી સફાઈ કામદારોને પણ સ્માર્ટ વોચ આપવાની હિલચાલ શરૂ થતાં આ સફાઈ કામદારોએ તેનો વિરોધ નોંધાવ્યો છે અને સ્માર્ટ વોચથી તેમને આર્થિક નુકસાન થશે તેવી ભીતિ પણ વ્યકત કરાઈ છે. આ મામલે મ્યુનિ.કમિશ્નર તેમજ મેયરને રજૂઆત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની મહાનગરપાલિકામાં સફાઈના મામલે છેલ્લા ત્રણ મહિનાથી કોકડું ગુંચવાયેલું છે. આઉટ સોર્સીંગ એજન્સી મારફત સફાઈ કરાવવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા આ સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવામાં આવી હતી. સ્માર્ટ વોચથી હાજરી પુરાવાના કારણે આઉટ સોર્સીંગના સફાઈ કામદારોનો પગાર એજન્સી દ્વારા કાપી લેવામાં આવતો હતો. જેને લઈ આ કામદારો હડતાલ ઉપર છે. જેનું નિરાકરણ હજુ આવ્યું નથી. જેનાં કારણે આજે આઉટ સોર્સથી કામ કરતા 400 જેટલા સફાઈ કામદારો પૈકીના પુરુષ કામદારો દ્વારા અર્ધ નગ્ન થઈને વિરોધ કરવા સવારથી જ મનપા કચેરી બહાર ધરણા પર બેસી ગયા છે. હવે જોવુ રહ્યું કે આ સફાઇ કામદારોને ક્યારે ન્યાય મળે છે.

Facebook Comments Box

Videos

Our Partners