• ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ જાહેરાત કરી
  • શનિવારથી અમદાવાદ-મુંબઈ અને લખનૌ-નવી દિલ્હી તેજસ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે
  • મુસાફરો IRCTC વેબસાઇટ irctc.co.in અથવા IRCTC રેલ કનેક્ટ એપ પર ટિકિટ બુક કરી શકે છે
  • કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે, રેલવેએ તેજસ એક્સપ્રેસનું સંચાલન બંધ કરી દીધું હતું

WatchGujarat. મળતી વિગતો અનુસાર ચાર મહિનાથી બંધ તેજસ એક્સપ્રેસ આજથી ફરી પાટા પર આવશે. જેની જાણકારી તાજેતરમાં ઈન્ડિય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા આપવામાં આવી હતી. જે મુજબ આજે એટલે કે શનિવારથી તેજસ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે. જે માટે મુસાફરો IRCTC વેબસાઇટ irctc.co.in અથવા IRCTC રેલ કનેક્ટ એપ પર ટિકિટ બુક કરી શકશે.

આપણે સૌ જાણીએ છે કે દેશમાં કોરોના મહામારીનો કહેર વધતાં ઘણી ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. જેમાં મહામારીની બીજી લહેર દરમિયાન રેલવે એ તેજસ એક્સપ્રેસનું સંચાલન બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ આજથી આ ટ્રેન ફરી શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની જાણકારી આપતાં IRCTCએ જણાવ્યું હતું કે શનિવારથી અમદાવાદ-મુંબઈ અને લખનૌ-નવી દિલ્હી તેજસ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે.

સપ્તાહમાં કયા દિવસે દોડશે ટ્રેન

આ અંગે IRCTCના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 82901/82902 અમદાવાદ-મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે, જ્યારે ટ્રેન નંબર 82501/82502 લખનૌ-નવી દિલ્હી-લખનૌ વચ્ચે દોડશે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનો અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે દોડશે. જે માટે IRCTC વેબસાઇટ irctc.co.in અથવા IRCTC રેલ કનેક્ટ એપ પર મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે.

શું છે તેજસ એક્સપ્રેસની ખાસિયત

ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ ઓક્ટોબર 2019 માં શરૂ કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ-મુંબઈ રૂટ માટે 2020માં શરૂ થઈ હતી. મહત્વનું છે કે આઈઆરસીટીસી દ્વારા સંપૂર્ણપણે ચલાવવામાં આવનારી આ પહેલી ટ્રેન છે. ઉપરાંત દરેક દિશામાં મુસાફરી પૂર્ણ કરવા માટે આ ટ્રેન છ કલાકથી વધુ સમય લે છે. નોંધનીય બાબત છે કે તેજસ ટ્રેન મુસાફરોને 25 લાખ રૂપિયાના રેલ મુસાફરી વીમા સાથે વિવિધ આધુનિક સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડે છે.

તમને જણાવી દઈએ કે આ ટ્રેનમાં બે એક્ઝિક્યુટિવ ક્લાસ ચેરકાર છે. ઉપરાંત દરેકમાં 56 બેઠકો છે અને આઠ ચેર કાર ઉપલબ્ધ છે. સાથે તેમાં દરેક ક્લાસ 78 બેઠકોની ક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે રે આ ટ્રેનમાં મુસાફરી કરનારને ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન અને પીણાં પણ આપવામાં આવે છે, જે ટિકિટના ભાડામાં સમાવિષ્ટ છે. આ ટ્રેન દરેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમ કે દરેક કોચમાં પાણીની બોટલ, આરઓ વોટર ફિલ્ટર, વગેરે. સાથે સાથે મુસાફરોની સલામતી અને આરામ માટે સ્માર્ટ સુવિધાઓથી સજ્જ કોચ છે. સ્માર્ટ કોચ બુદ્ધિશાળી સેન્સર આધારિત સિસ્ટમની મદદથી મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવાનું લક્ષ્ય ધરાવે છે. જેથી મુસાફરોની સલામતી જડવાઈ રહે. આ ટ્રેન ફરી શરૂ થતાં મુસાફરોમાં ઉત્સુક્તા જોવા મળી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud