• એસટી બસ ડેપોમાં બસ પાર્ક થાય તેની થોડે દૂર જ યુવકનો મૃતદેહ મળી આવ્યો
  • બનાવની જાણ પોલીસને થતા જ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
  • આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
  • યુવકે અહિં આત્મહત્યા કરી કે કોઈ હત્યા કરીને મૃતદેહ ટીંગાડી ગયો તે મોટો પ્રશ્ન

WatchGujarat. આજે સુરતના એસટી બસ ડેપો સામે આવેલા ખુલ્લા મેદાનમાં એક યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના એસટી બસ ડેપો સામે બસ પાર્કિંગ માટે ખુલ્લું મેદાન આવેલું છે. અહીં મેદાનમાં ઝાંડી ઝાંખરામાં એક યુવકની લાશ મળી આવી હતી. જેથી ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આવીને તપાસ કરતા યુવકની લાશ ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી.

સુરત સ્ટેશન જેવા અતિ વ્યસ્ત વિસ્તારની અંદર યુવકે ગળેફાંસો ખાઈ લેવાની ઘટનાથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે પોલીસ તપાસમાં મૃતક યુવકની પાસેથી એક બેગ મળી આવ્યું હતું. જેથી પોલીસે બેગની તપાસ કરી મૃતક યુવક કોણ છે અને તે ક્યાંનો રહેવાસી છે અને તેના આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. મૃતક યુવકે શરીરે વ્હાઈટ કલરનો શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેમજ ઝાડ સાથે જીન્સનું પેન્ટ બાંધી ફાંસો ખાધો હતો. આ મામલે પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે કે, યુવકની હત્યા થઈ છે. જે અંગે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જોકે હજારો મુસાફરોની અવરજવર ધરાવતા સુરત બસ સ્ટેશન પર યુવકે આત્મહત્યા કેવી રીતે કરી તે મોટી શંકા છે.

Facebook Comments Box

Videos

Our Partners