• મુંબઈના રસોઈયાએ આવેશમાં આવી પોતાનું ગળું કાપી નાખતાં 12 સેમી લાંબો ચીરો પડ્યો, શ્વાસ અને અન્નનળી પણ કપાઈ
  • કપાયેલું ગળું લઈ બીજા દિવસે સિવિલ પહોંચેલા યુવકનો જીવ ડોક્ટરોએ બચાવ્યો
  • સર્જરી દરમિયાન 80 થી 90 ટાંકા મરાયા, સાગબારાના યુવકને નવું જીવન મળ્યું
  • ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી સારવાર સુરત સિવિલમાં વિનામૂલ્યે કરાઈ

WatchGujarat. મુંબઈની હોટલમાં રસોઈયા તરીકે કામ કરતા આ યુવકે આવેશમાં આવી જઈ જાતે ગળુ કાપી નાંખતા બારેક સેમી લાંબો ચીરો પડી ગયો હતો. જેના કારણે તેની શ્વાસનળી અને અન્નનળી પણ કપાઈ ગઈ હતી. આવી અત્યંત નાજુક હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચેલા યુવકને તબીબોએ નવુ જીવન આપ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રમેશ (ઉં.વ.29, નામ બદલ્યું છે) રહે. સાગબારા એ 21મી જાન્યુઆરીએ શાકભાજી કાપવાના ચપ્પુથી પોતાનું ગળુ કાપી નાખ્યું હતું. જેના કારણે રમેશના ગળાના ભાગે બારેક સેમી લાંબો ઊંડો ચીરો પડી ગયો હતો. એટલું જ નહીં તેની શ્વાસનળી અને અન્નનળી પણ કપાઈ ગઈ હતી. આવી હાલતમાં તે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યોં હતો. જ્યાં ઈએનટી વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શનમાં ડો. ભાવિક પટેલ, ડો.શિવાની, ડો.સાઈના અને ડો. પ્રાચી રોયએ ચારેક કલાકે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

આ અંગે મીડિયા સાથે વાત કરતાં તબીબોએ જણાવ્યું હતું કે, રમેશને પ્રથમ દિવસે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ બીજા દિવસે તેને સિવિલમાં લવાયો હતો. તે સમયે તેનું પ્રેશનર ડાઉન હતું, ખાઈ શકતો નહોતો અને બોલી પણ શકતો નહોતો. જો તાબડતોડ તેની સર્જરી કરવામાં નહીં આવે તો તેના જીવ સામે જોખમ હતું. જેન પગલે રમેશને સિવિલમાં ખસેડાયો તેના અડધા-પોણા કલાકમાં જ તેને ઓપરેસન થિએટરમાં લઈ લવાયો હતો. વધુમાં તબીબોએ જણાવ્યું હતું કે, જ્યારે રમેશને સિવિલમાં ખસેડાયો, તે સમયે તેના કપાયેલા ભાગમાં ઈન્ફેક્શન શરૂ થઈ ગયું હતું. રમેશ સરળતાથી શ્વાસ લઈ શકે માટે ટ્રેક્યોસ્ટોમી (શ્વાસ લેવા ગળામાં પ્લાસ્ટિકની નળી મૂકવી) કરી તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ કરાવી હતી. ત્યારબાદ શ્વાસનળીમાં 40 થી 50 ટાકા મારી રિપેર કરાઈ હતી. બાદમાં અન્નનળીમાં 20 થી 25 ટાકા માર્યા હતા અને અંતમાં તેના કપાયેલા ગળાના ભાગની ચામડી બીજા 20 થી 25 ટાકા મરાયા હતા.

ઓપરેશન કરનાર ડો. ભાવિક પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, રમેશનું પ્રેશર ડાઉન હોવાથી ઓપરેશન બાદ વેન્ટિલેટર પર રાખવો પડે તેમ હતું, પરંતુ આઈસીયુમાં બેડ ખાલી નહીં હોવાથી એનેસ્થેસિયા વિભાગના તબીબોની મદદથી તેને રિકવરી રૂમમાં ઓબ્ઝર્વેશનમાં રખાયો હતો. ત્રણ-ચાર દિવસ બાદ તેની તબિયતમાં સુધારો આવતા હવે જનરલ વોર્ડમાં મૂકાયો છે. શરૂમાં 100 ટકા ઓક્સિજનની જરૂર હતી. પરંતુ હવે ફક્તત બે લિટર ઓક્સિજન અપાયું રહ્યું છે.

સુરત સિવિલના તબીબોની મહેનત રંગ લાવી

અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં આ સારવાર પાછળ અઢીથી ત્રણ લાખ સુધીનો ખર્ચ થયો હતો. જે સારવાર સુરત સિવિલમાં વિનામૂલ્ય થઈ છે. ગળુ કપાયેલી હાલતમાં છેક બીજા દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચેલા રમેશને તબીબોએ બચાવી લેતા પરિવારની ખુશીનો પાર રહ્યો નહોતો. અત્યંત નાજુક હાલતમાં આવેલા આ યુવકનું તાબડતોબ ઓપરેશન કરી તેનો જીવ બચાવવામાં તબીબોને સફળતા મળી હતી. તેઓની મહેનત રંલ લાવી છે.

Facebook Comments Box

Videos

Our Partners