સુરતમાં રત્નકલાકારને કોલબોય તરીકે નોકરી આપવાની લાલચ આપી 29 હજાર રૂ. પડાવી લીધા
યુવક પાસેથી નગ્ન ફોટા અને વિડીયો મંગાવી વધુ ૨૦ હજાર રૂપિયાની માંગ કરાઈ
રૂપિયા નહીં આપતા ફોટો-વિડીયો વાઈરલ કરવાની ધમકીઓ અપાઈ
રત્નકલાકારે પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે ભાવનગર જિલ્લના પાદરી ગામમાંથી એક ખેડૂતની ધરપકડ કરી
WatchGujarat. સુરતમાં રત્નકલાકારને કોલબોય તરીકે નોકરી આપવાની વાત કરી તેની પાસેથી ૨૯ હજાર રૂપિયા પડાવી લેવાયા હતા. એટલું જ નહી તેની પાસેથી પોતાના નગ્ન ફોટા અને વિડીયો મંગાવી વધુ ૨૦ હજાર રૂપિયાની માંગ કરાઈ હતી. અને તે રૂપિયા ન આપતા ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ અપાઈ હતી. આ ઘટનામાં રત્નકલાકારે પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે ભાવનગર જિલ્લના પાદરી ગામમાંથી એક ખેડૂતની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા રત્નકલાકારને હાલ નોકરીની જરૂર હોય તેણે સોશિયલ મીડિયામાં નોકરી માટે સર્ચ કર્યું હતું. જેમાં ફેસબુકના એક એકાઉન્ટમાં કોલ બોય તરીકેની નોકરીની જાહેરાત હતી અને તેમાં કોલબોય તરીકે કામ કરવાથી પૈસા મળશે તેવી લોભામણી જાહેરાત મૂકી હતી. જેથી રત્નકલાકારે આપેલા નબર પર સંર્પક કર્યો હતો અને બાદમાં રજીસ્ટ્રેશન, હોટેલ બુકિંગ સહીતના નામે તેઓની પાસેથી ૨૯ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહી ફેક એકાઉન્ટ છોકરીના નામથી બનાવ્યું હતું. અને બાદમાં રત્નકલાકારના પાસે નગ્ન ફોટા અને વિડીયો મંગાવી લેવામાં આવ્યા હતા. અને બાદમાં તેની પાસેથી વધુ ૨૦ હજાર રૂપિયાની માંગ કરાઈ હતી. જો કે રત્નકલાકાર પાસે વધુ રૂપિયાની સગવડ ન થઇ શકતા રૂપિયા આપ્યા ન હતા. જેથી રત્નકલાકારના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ અપાઈ હતી. આ મામલે રત્નકલાકારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે ભાવનગર જિલ્લના પાદરી ગામમાંથી ૨૫ વર્ષીય ભીમાભાઈ ઉર્ફે ભીમો રાજુભાઈ ભમરને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તે ખેતીકામ કરે છે. પોલીસે તેની પાસેથી ૧ મોબાઈલ અને ૨૯ હજારની રોકડ કબજે કરી હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકારની મોડેન્સ ઓપરેન્ડીમાં સામાન્ય રીતે ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવીને નોકરી કરવા અથવા કમાણીની લાલચ આપીને અલગ અલગ રજીસ્ટ્રેશન તથા અન્ય લાલચો આપીને પૈસા પડાવી લેવામાં આવે છે. ત્યારબાદ કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવતી નથી.