• યુવતી તેની માતા અને ભાઈ સાથે લગ્નમાં હાજરી આપવા ગોવાથી અમદાવાદ આવી રહી હતી
  • નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસના સ્લીપર કોચમાં રાતે સૂતી વેળા તસ્કરો ચાલુ ટ્રેને સીટ નીચેથી 3 બેગ સેરવી ગયા
  • 7 તોલા સોનુ અને 28 તોલા ચાંદીના આભૂષણો બેગમાં હતા

WatchGujarat. ગોવાથી અમદાવાદ લગ્નમાં માતા, ભાઈ સાથે જતી યુવતીની ટ્રેનમાં સીટ નીચે મુકેલી 3 બેગમાં રહેલા સોના, ચાંદીના દાગીના, કપડાં અને રોકડા મળી કુલ ₹3.89 લાખની મત્તાની ચોરીની ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ મથકે નોંધાવાઈ છે.

મૂળ રાજસ્થાનના અને હાલ ગોવાના મડગાવ ખાતે શ્રી રામ ચેમ્બર ખાતે રહેતી 19 વર્ષીય વિદ્યાર્થીની ચંચળ મુકેશભાઈ ખત્રીએ અમદાવાદ લગ્ન પ્રસંગ હોય ગત 12મી જાન્યુઆરીના રોજ નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસમાં રિઝર્વેશન કરાવ્યું હતું. ગોવાથી માતા પરમેશ્વરી અને ભાઈ વિશાલ સાથે મેરેજ માણવા ત્રણેય સ્લીપર કોચમાં 3 બેગ સાથે યાત્રા કરી રહ્યાં હતાં.

નાગરકોઈન-ગાંધીધામ ટ્રેને અંકલેશ્વર સ્ટેશન પસાર કરતા પેહલા રાતે તેઓ SA કોચમાં સુઈ ગયા હતા. વડોદરા સ્ટેશન 13 જાન્યુઆરીએ મળસ્કે આવતા યુવતી ચંચળની આંખ ખુલી ગઈ હતી. તેને પોતાના સ્લીપર કોચમાં સીટ નીચે જોતા VIP, અમેરિકન ટુરિસ્ટ સહિતની ₹8000 કિંમતની 3 બેગ ગાયબ હતી.

વિદ્યાર્થીનીએ માતા અને ભાઈને જગાડી સમગ્ર કોચમાં બેગની તપાસ કરતા મળી આવી ન હતી. બનાવની જાણ અન્ય મુસાફરો, કોચ એટેન્ડન્ટ અને રનિંગ સ્ટાફને થતા તેઓ પણ દોડી આવી શોધખોળ કરતા બેગો મળી આવી ન હતી.

ગોવાની વિદ્યાર્થીની એ આ અંગે ભરૂચ રેલવે પોલીસ મથકે ₹3.89 લાખના સોના, ચાંદીના દાગીના, રોકડા, કપડાં ભરેલી 3 બેગની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. બેગમાં 7 તોલા સોનાના અને 28 તોલા ચાંદીના દાગીનાઓ હતા. રેલવે પોલીસે સ્ટેશન ઉપર લગાવેલા CCTV અને ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોની હરક્તના આધારે તસ્કરોને શોધવા કવાયત હાથ ધરી છે.

ત્રણ બેગમા રહેલા આભુષણો અને પરિધાન વગર જ માણવા પડ્યા લગ્ન

  • સોનાની 3 ચેઇન
  • બે પેન્ડલ
  • કાનની બુટ્ટી
  • બંગડીઓ
  • ચાંદીના પાયલ બે જોડ
  • ચાંદીની રિંગ
  • 3 જુડા
  • ચાંદીની વીંટી, બ્રેસલેટ
  • 4 જોડી પંજાબી ડ્રેસ
  • બે ગાઉન
  • 8 જોડી પેન્ટ-શર્ટ
  • 2 જેકેટ
  • બે જોડ લેંઘા
  • 5 જીન્સ
  • 5 સાડી
Facebook Comments Box

Videos

Our Partners