WatchGujarat. PSU બેંકમાં કામ કરતા 8 લાખથી વધુ બેન્કરો અને અન્ય સ્ટાફ માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance, DA) માં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ DA ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2021 માટે છે. આ વખતે મોંઘવારી ભથ્થામાં 30 સ્લેબનો વધારો થયો છે. AIACPI (All India Average Consumer Price Index) ના ડેટા પછી આ વધારો જોવા મળ્યો છે.
Indian Banks' Association (IBA) ના આદેશ અનુસાર, એપ્રિલ, મે અને જૂન માટે Industrial worker માટે AIACPI ની સરેરાશ 7941.22 છે. આ DA 397 સ્લેબ બનાવે છે (7941.22 - 6352 = 1589.22 = 397 સ્લેબ) બને છે. મે, જૂન અને જુલાઈ 2021 નો DA 367 સ્લેબ હતો. આનાથી તેમાં 30 સ્લેબનો વધારો થયો છે. એટલે કે તેનો DA વધીને 27.79 ટકા થયો છે. અગાઉ આ આંકડો 25.69% હતો. આ અનુસાર, બેન્કર્સના મોંઘવારી ભથ્થામાં 2 ટકાથી વધુનો વધારો થયો છે.
DA ની ગણતરી
DA 7941.22 - 6352 = 1589.22 = 397 Slabs
અગાઉના ક્વાર્ટરમાં Slabs: 397
DA માં વધારો = 397-367 = 30 Slabs (27.79%)
કેટલો વધારો થશે પગારમાં
IBA ના HR વિભાગના બ્રજેશ્વર શર્માના જણાવ્યા અનુસાર, સરકારી બેંકમાં કામ કરતા પ્રોબેશનરી ઓફિસરનો માસિક પગાર 40 થી 42 હજાર રૂપિયા પ્રતિ માસ છે. તેમની બેઝિક લગભગ 27,620 રૂપિયા પ્રતિ માસ છે. DA માં 2 ટકાના વધારાને કારણે પગારને અસર થશે. Bank PO ને પણ સમગ્ર સેવા દરમિયાન 4 ઇન્ક્રીમેન્ટ મળે છે. પ્રમોશન પછી મહત્તમ મૂળ પગાર 42020 રૂપિયા થાય છે.
કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું
જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પણ વધીને 28 ટકા થઈ ગયું છે. આ વધારો દોઢ વર્ષ બાદ અમલમાં આવ્યો છે. તેના કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધારો 1 જુલાઈ 2021 થી અમલમાં આવ્યો છે. રાજ્ય કર્મચારી સંયુક્ત કાઉન્સિલના જનરલ સેક્રેટરી આર કે નિગમના જણાવ્યા અનુસાર, કોવિડ મહામારીને કારણે સરકારી કર્મચારીઓને પણ ઘણું સહન કરવું પડ્યું છે. તેના DA ને વધતા અટકાવ્યા હતા. હવે સરકારે તેને બહાર પાડ્યું છે પણ દોઢ વર્ષનું એરીયર્સ આપ્યું નથી.