• અમિત શાહ પણ આગામી અઠવાડિયે ગુજરાત આવશે
  • અમદાવાદ, ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
  • 10 એપ્રિલે ગાંધીનગરમાં ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે

WatchGujarat.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે અનેક પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આગામી અઠવાડિયે ગુજરાત આવશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

મળતી માહિતી મુજબ અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. જેમાં 10 એપ્રિલે ગાંધીનગરમાં ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે. તથા ગુજકોમાસોલ સાથે અમિત શાહ બેઠક યોજશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 9 તારીખે મોડી રાત્રે અમદાવાદ આવશે. તથા 10 અને 11 તારીખે અમદાવાદ અને ગાંધીનગર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પંદર દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સિટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહના બે દિવસના ગુજરાત પ્રવાસના આયોજનને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે અને અનેક આયોજનો પણ થઈ ચૂક્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners