• વડોદરામાં વૃદ્ધાના પતિના મૃત્યુ બાદ તેઓ વારાફરથી પુત્રોનો ત્યાં રહેતા હતા
  • દીકરા વહુને વૃદ્ધા ભારરૂપ લાગતા હોવાને કારણે તેઓને ઘરેથી નિકળી જવા જણાવ્યું
  • વૃદ્ધાએ અભયમને ફોન કરતા જ ટીમે સ્થળ પર આવીને સમસ્યાનું સમાધાન લાવી આપ્યું

WatchGujarat. એક માં પરિવારના તમામને સાચવી લે છે. પરંતુ સમય આવે સંતાનો મળીને વૃદ્ધ માતાની કાળજી રાખી શકતા નથી. વડોદરામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિવારમાં ત્રણ પુત્રો હોવા છતાં 85 વર્ષની વૃદ્ધ માતાને દિકરા અને વહુએ ઘરમાં રાખવાની ના પાડી દીધી હતી. અને તેઓને નિકળી જવા જણાવ્યું હતું. જો કે આ મામલે અભયમની ટીમે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો છે. અભયમની ટીમની ત્વરિત કામગીરીને કારણે વૃદ્ધાએ તેઓનો આભાર માન્યો હતો.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં રહેતા વૃદ્ધા મહિલાના પરિવારમાં ત્રણ દિકરાઓ છે. તેઓના પતિના અવસાન બાદ વૃદ્ધા વારા ફરથી ત્રણેય દિકરાઓને ત્યાં રહેતા હતા. પરંતુ વૃદ્ધાનું સાથે રહેવું વહુઓને ગમનું નહિ હોવાની ઘટના સામે આવી હતી. વહુઓ માટે સાસુ ભારરૂપ બન્યા હતા. જેથી તેઓ વૃદ્ધાને સમય મળે મ્હેણાં મારીને સંભળાવી દેતા હતા. એટલું જ નહિ વૃદ્ધાને પુરતુ જમવાનું પણ આપતા ન હતા. આ સિલસિલો ચાલ્યો. પરંતુ તાજેતરમાં દીકરા અને વહુએ હદ્દ કરી નાંખી. અને 85 વર્ષના વૃદ્ધાને ઘરમાં સાથે નહિ રાખવાનું કહી દીધું. અને ઘર છોડીને જણાવવા કહ્યું. જેને કારણે એક તબક્કે વૃદ્ધા ડઘાઇ ગયા. જો કે આ તબક્કે વૃદ્ધાએ હિંમત હારવાની જગ્યાએ અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી.

વૃદ્ધાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, મેં અને મારા પતિ એ મજૂરી કરી દીકરાઓને ઉછેર્યાં અને પગભર કર્યાં. પરંતુ હવે જ્યારે હવે મારે ઘડપણ આવવાથી કોઈ કામ થતું નથી. જેથી ઓશિયાળી જિંદગી જીવવી પડે છે.

અભયમ ટીમે દિકરા વહુ ને બોલાવી પોતાની માતા ને સાથે રાખવાં અને તેમની કાળજી લેવાં ની ફરજ થી વાકેફ કર્યા હતાં. તથા વાતનું ભાન કરાવ્યું હતું કે, આ રીતે વૃદ્ધ માજી ને હેરાન કરવા એ સીનીયાર સીટીઝન એક્ટ હેઠળ ગુનો બને છે. કાયદાનું ભાન થતાં જ દીકરાઓ માતાને રાખવાં સંમત થયાં હતાં. અભયમ દ્વારા બાંહેધારી મેળવી માજીની સારસંભાળ રાખવા દીકરાઓને સોંપ્યા હતાં.

Facebook Comments Box

Videos

Our Partners