• શહેર નજીક નેશનલ હાઈવે નં.48 પર ગત રાત્રીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
  • પાછળથી પુરઝડપે આવતો ટ્રક હાઈવેની સાઈડમાં ઉભેલા ટ્રકમાં ઘુસી ગયો હતો
  • ઘટનામાં એક શખ્સનું માથુ ધડથી અલગ થઈ જતા ઘટાના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું
  • હરણી પોલીસે ગુનો નોંધી આગળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. શહેરને અડીને પસાર થતા નેશનલ હાઈવે નં.48 પર ગત મોડી રાત્રે સાઈડમાં ઉભેલા ટ્રકમાં પાછળથી પૂરઝડપે આવતો ટ્રક ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં પાછળના ટ્રકનો ખુર્દો બોલાઈ ગયો હતો. જેમાં કેબીન સાઈડમાં બેઠેલા શખ્સનું માથું ધડથી અલગ થઈ ગયુ હતું. બીજી બાજુ ટ્રકનો ડ્રાઈવ સ્થળ પરથી નાસી ગયો હતો. જોકે ફાયર વિભાગે ભારે જહેમત બાદ ટ્રકમાં ફસાઈ ગયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે હરણી પોલીસે ગુનો નોંધી મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે.

મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશ પ્રતપગઢનો રહેવાસી રાકીબ નુરમોહમંદ કુરેશી (ઉ.34 વર્ષ) શહેરની દુમાડ ચોકડી ખાતે આવેલી એક ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેની સાથે ટ્રકમાં કલિનર ફરહાન પણ હતો ત્યારે તેઓ સુરત સચીન જીઆઈડીસી માં આવેલી એક કંપનીમાંથી માલસામાન ભરીને ગત તા.24એ બિહાર જવા નિકળ્યા હતા. તા.25મીએ રાત્રે પોણા બે વાગે તેઓનો ટ્રક ચાલુમાં બંધ થઈ જતો તેમને દેણા ચોકડીથી થોડે આગળ અમદાવાદ તરફ જવાના રસ્તે પોતાનો ટ્રક ઉભો રાખ્યો હતો.

આ દરમિયાન પાછળથી હરિયાણા પાર્સીંગ વાળો ટ્રક પુરઝડપે આવી સાઈડમાં ઉભેલા ટ્રકમાં જોરદારનો ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં પાછળ વાળા ટ્રકનો ખુર્દો બોલાઈ ગયો હતો. જોકે અકસ્માત સર્જાતા પાછળ વાળી ટ્રકનો ડ્રાઈવર સ્થળ પરથી નાસી ગયા હતો. જ્યારે કેબીન સાઈડ પર બેઠેલા શખ્સનું માથુ ધડથી અલગ થઈ જતા. તેનું ઘટના સ્થળે કરપીણ મોત નિપજ્યું હતું. ઘટનાની ફાયર વિભાગ અને પોલીસને જાણ થતા તેઓ દોડી આવ્યા હતો. જ્યાં ફાયર વિભાગે ભારે જહેમત બાદ ફસાઈ ગયેલા મૃતદેહને ટ્રકમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.

તપાસ કરતા મૃતદેહના પેન્ટના ખીસ્સામાંથી તેનું ઓળખપત્ર મળતા તેમા તેનું નામ પ્રતાપસિંહ મોહનસિંહ ધરાડી(ઉ.50 વર્ષ) (રહે, ઉતરાખંડ પિથૌરાગઢ) હોવાનું જાણવા મળ્યું હતું. હરણી પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud