• વડોદરા કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે એક ટીમ બનાવવામાં આવી
  • આ ટીમ માઇકમાં કોરોનાની ગાઇડલાઇન અંગે માઇક પર માહિતી આપી લોકોને જાગૃત કરી રહી છે.
  • માસ્ક ફરજિયાત પહેરવું, સોશ્યિલ ડિસ્ટન્સ જાળવું વગેરે જેવી જાહેરાતો કરીને લોકોને સાવચેત રહેવા સૂચના

WatchGujarat. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્યનાં અન્ય મોટા શહેરના કોર્પોરેશન પણ પોત-પોતાની રીતે કામે લાગી ગયા છે. વડોદરાની વાત કરીએ તો શહેરમાં કોર્પોરેશન અને પોલીસ દ્વારા મળીને એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે જે લોકોમાં કોરોના ગાઇડલાઇને લઇને જાગૃતતા ફેલાવવા માટે માઇક પર એનાઉન્સમેન્ટ કરી રહી છે. આ જોતા જુના દિવસો તાજા થાય તેવું લાગી રહ્યું છે. અને મનમાં પુરાને દીન આને વાલે હૈ જેવું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ વડોદરા કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે એક ટીમ બનાવવામાં આવી છે. જે ટીમ માઇક લઇને શહેરનાં મોટા શાક માર્કેટ, મોલ,મલ્ટીપ્લેક્ષ અને કોમ્પ્લેક્ષમાં ફરી રહી છે. આ ટીમ માઇકમાં કોરોનાની ગાઇડલાઇન અંગે માહિતી આપી લોકોને જાગૃત કરી રહી છે. માસ્ક ફરજિયાત પહેરવું, સોશ્યિલ ડિસ્ટન્સ જાળવું વગેરે જેવી જાહેરાતો કરીને લોકોને સાવચેત રહેવા સૂચના આપી રહી છે.

આ અગે કોર્પોરેશનનાં અધિકારીએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, જે રીતે હાલ કોરોના વધી રહ્યો છે તેને જોતા અમે લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવી રહ્યા છીએ. જો જરૂર પડશે તો દંડ ફટકારવાની કાર્યવાહી પણ કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા યોજનાર તમામ મોટા કાર્યક્રમો હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે. દિવસે-દિવસે કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેને જોતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોરોનાના વધતા કેસો જોઇને માત્ર તંત્રએ જ નહીં પરંતુ લોકોએ પણ જાતે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બને છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud