• બરોડા ડેરીના વહીવટ સામે પ્રથમ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ત્યાર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અવાજ ઉઠાવ્યો
  • પશુપાલકોને ભાવફેરની રકમ ચુકવણી અંગે માંગ મુજબ કાર્યવાહી કરવામાં નહિ આવતા ગતરોજ ધારાસભ્ય કેતન ઇનામદાર રોષે ભરાયા
  • કેતન ઇનામદારના સમર્થનમાં દર્ભવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા

WatchGujarat. બરોડા ડેરીમાં પશુપાલકોને ભાવફેરની રકમ ચુકવવા મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રણસીંગુ ફુંક્યું હતું. ગતરોજ મંત્રણા નિષ્ફળ જતા આજરોજથી કેતન ઇનામદારે બરોડા ડેરી સામે તંબુ તાણીને પશુપાલકો સાથે તંબુ તાણીને વિરોધ કરવાની જાહેરાત કરી હતી. આજરોજ વહેલી સવારથી બરોડા ડેરીની અંદર અને બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બરોડા ડેરીનું તંત્ર પણ ભાજપ પ્રેરીત પેનલ દ્વારા ચાલી રહ્યું છે. જ્યારે ભાજપના ધારાસભ્યો જ તેમના નિર્ણયોનો વિરોધ કરતા લડાઇ હવે BJP v/s BJP ની હોવાની લોકલાગણી છે. હવે BJP v/s BJP ની લડાઇનું આગળ શું થશે તેની સૌ કોઇ આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યું છે.

બરોડા ડેરીના વહીવટ સામે પ્રથમ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ત્યાર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અવાજ ઉઠાવ્યો હતો. ધારાસભ્ય કેતન ઇનામદારે તો પોતાના ફાર્મ પર પશુપાલકોને એકત્ર કરીને એક રીતે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. જો કે, ત્યાર બાદ મોડવી મંડળના સભ્યો અને સાંસદની હાજરીમાં બરોડા ડેરીનું મેનેજમેન્ટ અને ધારાસભ્યો વચ્ચે સમાધાન થયાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ પશુપાલકોને ભાવફેરની રકમ ચુકવણી અંગે માંગ મુજબ કાર્યવાહી કરવામાં નહિ આવતા ગતરોજ ધારાસભ્ય કેતન ઇનામદાર રોષે ભરાયા હતા. અને આજરોજથી ડેરીની સામે તંબુ તાણીને પશુપાલકોની હાજરીમાં વિરોધ કરવાની જાહેરાત કરી હતી. કેતન ઇનામદારના સમર્થનમાં દર્ભવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા.

ધારાસભ્ય કેતન ઇનામદારે વિરોધ કરવાની જાહેરાત કરતા જ આજરોજ વહેલી સવારથી જ બરોડા ડેરીની બહાર અને અંદર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ડેરી સુધી આવતા રસ્તા પર બેરીકેડ મારીને પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહિ પોલીસની ગાડીઓ અને બસો મોટી સંખ્યામાં બરોડા ડેરીની બહાર અને સામે ખડકી દેવામાં આવી હતી. તથા બરોડા ડેરીની અંદર પણ પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય કેતન ઇનામદાર કેટલાય સમયથી સરકાર સામે પણ વિરોધ કરતા ખચકાતા નથી. ગત રોજ પશુપાલકોના મુદ્દે કોઇ પરિણામ નહિ આવતા તેઓ રોષે ભરાયા હતા. અને પશુપાલકો સાથે વિરોધ કરવાની જાહેરાત કરી દીધી હતી. તો બીજી તરફ બરોડા ડેરીનું મેનેજમેન્ટ બોર્ડ આ મામલે નમતુ જોખવા તૈયાર નથી. હવે આ મામલે આગળ શું થશે તેવા પર સૌ કોઇની નજર રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud