વારસિયા પોલીસે બુટલેગર માતા પુત્રને 50 દેશી દારૂની પોટલીઓ સાથે ઝડપી પડ્યા
પોલીસને જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
પોલીસે બંને વિરુદ્ધ ગુનાહિત ધમકી, પોલીસ કામગીરીમાં અડચણ વગેરે જેવા ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. વડોદરા શહેરમાં દેશી દારૂના દરોડા દરમિયાન પોલીસ કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી પોલીસ કામગીરીમાં અડચણ ઉભી કરનાર બુટલેગર માતા પુત્ર વિરુદ્ધ વારસિયા પોલીસે ગુનો નોંધ્યો છે. શહેરમાં ગુનેગારોના મનસુબા કઇ હદે મજબુત બન્યા છે તે જાણવા માટે આ કિસ્સો પુરતો છે.
https://youtu.be/5085qVyw2ms
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા.30 ઓગસ્ટના રોજ વારસિયા પોલીસ મથકના કર્મીઓ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પેટ્રોલિંગમાં ફરતા ફરતા તેઓ સ્વાદ ક્વાટર્સ જવાહર ફળિયા જુના બગીચા પાસે આવતા બગીચાની આડમાં એક બહેન તથા બે ઈસમો ઉભેલા નજરે ચઢીયા હતા.પોલીસની ગાડી આવતા જ તે ત્રણ પૈકી એક ઈસમ જેની પાસે એક કાપડની થેલી હતી. તે ફટાફ્ટ ચાલવા લાગ્યો હતો. જેથી પોલીસને તેની ઉપર શંકા જતા તેને કોર્ડન કરી દબોચી લેવામાં આવ્યો હતો.આ જોતા જ સાથે ઉભેલા બેન અને એક ઈસમ ત્યાંથી નાશી છૂટ્યા હતા. પોલીસ દ્વારા પકડાયેલ ઈસમનું નામ પૂછતાં જગદીશ ચીમનભાઈ માછી રહે(સ્વાદ ક્વાટર્સ હરણી રોડ)જાણવા મળ્યું હતું. આ સાથેજ જગદીશની તપાસ કરાતા તેની પાસેથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. પોલીસે તેની ઘનિષ્ટ પૂછપરછ કરી હતી કે તે ક્યાંથી દારૂ લાવ્યો છે? અને કોણી પાસેથી લાવ્યો છે?
દરમિયાન પોલીસને જગદીશ સ્વાદ કવાટર્સ જેપી વાડી ઝુપડપટ્ટી ખાતે રહેતા રાકેશ બાબુભાઇ રાજપૂત તથા તેની માતા ઈંદુબેન બાબુભાઇ રાજપૂત પાસેથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.એ વાતને ધ્યાનમાં રાખી પોલીસને બાતમી મળી હતી કે તે માતા પુત્ર હાલ પણ દેશી દારૂ વહેંચી રહ્યા છે.જેથી વારસિયા પોલીસના કર્મીઓએ ગત રાતના આઠ વાગ્યાની આસપાસ તેમના ઘરે દરોડા પાડી બુટલેગર માતા પુત્રને 50 દેશી દારૂની પોટલીઓ સાથે ઝડપી પડ્યા હતા.
રાતનો સમય હોવાથી નિયમ અનુસાર ઇંદુબેનની(મહિલાની) ધરપકડ ન થઇ શક્તિ હોવાના કારણે, તેઓને બીજા દિવસે પોલીસ મથકે હાજર થવાનું કહેતા. બુટલેગર માતા પુત્ર ઉશ્કેરાઈને પોલીસ કર્મીઓને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.અને કહેવા લાગ્યા હતા કે મારા ત્યાં જો તમે રેડમાં આવશો તો હું કોઈને પણ મારી નાખીસ અને તમારા માથે નાખી દઈશ. આમ પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી.જેથી વારસિયા પોલીસે બુટલેગર માતા પુત્ર વિરુદ્દ ગુનાહિત ધમકી, પોલીસ કામગીરીમાં અડચણ વગેરે જેવા ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.