બુટલેગર પાસે મકરપુરા પોલીસ સ્ટેશનના ત્રણ હપ્તેબાજ કર્મીઓનો વીડિયો વાયરલ થયો હતો
બુટલેગર પાસે હપ્તો લેવાનો વીડિયો વાયર થતા મામલાની તપાસ એસીપી-એફ ડીવીઝને સોંપવામાં આવી હતી
તપાસ બાદ વીડિયોમાં દેખાતા ત્રણેય હપ્તેબાજ પોલીસ કર્મીઓની હેડક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી
WatchGujarat. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં પોલીસની રહેમનજર હેઠળ છેલ્લા લાંબા સમયથી ચાલતા દારૂના અડ્ડાએ મકરપુરા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના ત્રણ કર્મીઓ હપ્તો ઉઘરાવવા ગયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જો કે આ બાદ સમગ્ર મામલે એસીપી-એફ ડીવીઝને તપાસના આદેશ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. ગતરોજ ત્રણેય પોલીસ કર્મીઓની બદલી હેડક્વાટર ખાતે કરી દેવામાં આવી હતી.
શહેરના પ્રતાપનગર રોડ પર દંતેશ્વર વિસ્તારમાં આવેલા ડેરાવાલા ફળિયામાં એક બુટલેગર પરિવાર છેલ્લા પરિવાર છેલ્લા લાંબા સમયથી દેશી તેમજ વિદેશી દારૂનું વહેંચાન કરી રહ્યા હોવાનું સ્થાનિક લોકો પોકારી રહ્યા હતા. આ દારૂનો અડ્ડો મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં લાગે છે. પરંતુ પોલીસ દ્વારા બુટલેગર સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જેથી એક સ્થાનિકે પોલીસ તથા બુટલેગરની મિલીભગત ઉઘાડી પાડવા વીડિયોનું શસ્ત્ર ઉપાડ્યું હતું.
તાજેતરમાં મકપુરાના પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના ત્રણ કર્મીઓ આ બુટલેગરના ઘરે રાબેતા મુજબ હપ્તો ઉઘરાવવા આવ્યા હતા. આ દરમ્યાન એક સ્થાનિકે પોલીસની હપ્તાબાજીનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોમાં પોલીસ કર્મીઓ મહિલા બુટલેગર પાસેથી હપ્તો લઈને રવાના થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાદ પોલીસ કર્મીઓની હપ્તા ઉઘરાવવાની આ ક્લીપ વાયરલ થઈ હતી. ક્લિપ વાયરલ થતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અને આખરે સમગ્ર મામલાની તપાસ એસીપી-એફ ડીવીઝને તપાસના આદેશ થયા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વાયરલમાં દેખાતા ત્રણેય મકરપુરા પોલીસ સ્ટેશનના કર્મીઓ છે. પૃથ્વીરાજસીંહ, જીજ્ઞેશ અને અજિતસીંહ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ બાદ તેઓની તાત્કાલીક તપાસના એક જ અઠવાડિયા બાદ હેડક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી હતી.