• જુન – 18 માંરી રીક્ષા ચાલક યુવાન ઇલ્યાસ અને કબીર ચીકન શોપના સંચાલકોને પાર્કિંગ બાબતે બોલવાનું થયું હતું
  • એક મહિના બાદ ઇલ્યાસ પરિજનના ઘરે જઇ પરત આવ્યો ત્યારે પાર્કિંગની જગ્યા ન મળી, જે મામલે વધુ એક વખત બોલાચાલી થઇ
  • 22 જુલાઇએ ઇલ્યાસ પડીકી ખાવા નીચે ઉતર્યો અને કબીર ચીકન શોપના સંચાલકો સાથે બોલાચાલી બાદ મારામારી થઇ, જે બાદ મામલો હિંસક બન્યો હતો
  • ઇલ્યાસને ચાકુના ઘા મારતા તે ઢળી પડ્યો, હોસ્પિટલમાં લઇ જવાતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો

WatchGujarat. વર્ષ 2018 માં તાંદલજા વિસ્તારમાં આવેલી કબિર ચીકન શોપના સંચાલક જોડે પાર્કિંગ બાબતે થયેલા ઝગડા બાદ રીક્ષા ચાલકની ચાકુના ઘા ઝીંકીને બેરહેમી પુર્વક હત્યા કરી દેવામાં આવી હતી. વડોદરાની કોર્ટે આ મામલે પાંચ લોકોને કસુરવાર ગણીને તમામને આજે જન્મટીપની સજાનું એલાન કર્યું છે.

22/07/18 ના રોજ રીક્ષા ડ્રાઇવીંગ કરતા યાસીનભાઇ ભોલાભાઇ મેમણે (ઉં.47) (રહે-આમીર કોમ્પલેક્ષ, તાંલજા રોજ)  નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ તાંદલજા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ખતીજાબેન તથા ત્રણ સંતાનોમાં હારૂન, ઇલ્યાસ અને સાજીદ અન્ય બે ભાઇઓ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. આમીર કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર કબીર ચીકન શોપ નામની દુકાન આવેલી છે.

ફરિયાદ અનુસાર, એક મહિના પહેલા રીક્ષા ડ્રાઇવીંગ કરતા પુત્ર ઇલ્યાસ (ઉં.23) અને કબીર ચીકન શોપ વાળા ફારૂક ભાઇ તથા તેના ભાઇ મુન્નાભાઇ અને ફારૂકના દિકરા ફરહાન સાથે દુકાને આવતા ગ્રાહકોને વાહનો વ્યવસ્થિત પાર્ક કરાવવા બાબતે બોલાચાલી થઇ હતી.

22 માર્ચના રોજ બરપોરે ઇલ્યાસ અને સલીમભાઇની દિકરી મુસ્કાન તથા અન્ય પરિજનો તરસાલી ખાતે આવેલ સ્વજનના ઘરે ગયા હતા. જ્યાંથી સાંજે 6 વાગ્યે પરત આવ્યા હતા. દરમિયાન આમીર કોમ્પલેક્ષમાં પાર્કિંગ એરીયામાં રીક્ષા મુકવા માટે જગ્યા નહિ હોવાને કારણે કબીર ચીકન શોપ ધરાવનારા ભારૂક, મુન્નાભાઇ તથા ફરહાનને તેમના ગ્રાહકોને વાહનો વ્યવસ્થિત પાર્ક કરાવવા માટે જણાવ્યું હતું. જે મામલે બંને વચ્ચે ઝગડો થયો હતો. અને ઝગડો વધારે ન વધે તે માટે મુસ્કાન અને ફિરોજાબેન ફારૂકને પકડીને ઘરમાં લઇ ગઇ હતી.

જે બાદ સાંજે 7 વાગ્યાની આસપાસ ઇલ્યાસ પડીકી ખાવા માટે નીચે ઉતર્યો હતો. અને પરત ફર્યો ત્યારે કબીર ચિકન શોપ વાળા ફારૂકે ઇલ્યાસને બાઇકના સ્ટીયરીંગમાં રાખેલું ચાકુ પાછળ સંતાડી તેને રસ્તામાં રોક્યો હતો. અને તેની સાથે બોલાચાલી કરી હતી. ઝગડો આગળ વધ્યો અને બુમાબુમ થઇ ગઇ હતી. દરમિયાન ફારૂકભાઇએ તેના હાથમાં રહેલું ચાકુ ઇલ્યાસને છાતીમાં મારી દીધું હતું.  દરમિયાન ફારૂકનો દિકરો ફરહાન, ભાઇ મુન્નાએ ત્યાં આવીને ઇલ્યાસને માર માર્યો હતો. અને મારતા મારતા રોડ તરફ લઇ ગયા હતા. મુન્નાએ ઇંટ ઇલ્યાસના માથામાં મારી દીધી હતી. અને અન્ય ઇલ્યાસને મુક્કા વડે માર મારતા રહ્યા હતા.

ઇલ્યાસને રેતીના ઢગલામાં ફેંકી દેતા તેને લોહી નિકળવાનું શરૂ થઇ ગયું હતું. ત્યાંથી ઉભો થઇને ઇલ્યાસ ઇંટોના ઢગલાની પાછળ ઢળી પડ્યો હતો. ત્યાર બાદ ફરહાને ઇંટ ઉપાડીને મુસ્કાનને મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મુસ્કાન ત્યાંથી નાસી છુટી હતી. ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. અને ઇજાગ્રસ્ત ઇલ્યાસને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાતા ઇલ્યાસને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ફારૂકભાઇ અબ્દુલગફુર શેખ, તેમની પત્ની ફરીદાબેન, દિકરો ફરહાન, ભાઇ મુન્નો તથા નોકર પરવેઝ ઉર્ફે ટકલો (તમામ રહે તાંદલજા) સામે ફરિયાદ નોંધાઇ હતી.

આજરોજ વડોદરાની કોર્ટમાં બંને પક્ષને સાંભળી કોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. જેમાં ઇલ્યાસની હત્યામાં સંડોવાયેલા એક જ પરિવારની મહિલા સહીત પાંચને જન્મટીપની સજા સંભળાવવામાં આવી છે. અને તમામને મળીને રૂ. 65 હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners