• વાઘોડીયા ડભોઇ રીંગ રોડ પરના શ્રીજી ટાઉનશીપની ઘટના
  • બ્યૂટી પાર્લરમાં આવેલી બે મહિલાઓ પૈકીની એક પોતે માતાજી હોવાનુ ઢોંગ કર્યો
  • વિધી કરવાના બહાને મહિલા પાસેથી સોનાની ચેઇન રોકડ લઇ ફરાર થઇ
  • વિશ્વાસ કેળવવા બ્યૂટી પાર્લરમાં જ ધુણવા લાગી અને કહ્યું તમારે અહીંયાથી બહાર નિકળવાનુ નથી.

WatchGujarat. વડોદરા શહેરના વાઘોડીયા ડભોઇ રીંગ રોડ ખાતેના બ્યુટી પાર્લરમાં આવેલી બે મહિલાઓ પૈકી એક સ્વંયમ માતાજી હોવાની વાત જણાવી હતી. તેમજ માતાજીની વિધી કરવી પડશે તેમ જણાવી વાતોમાં ભેરવ્યા બાદ વિશ્વાસ કેળવી બે ઠગ મહિલાઓ સંચાલિકા પાસેથી રોકડ સહિત સોનાના દાગીના મળી કુલ રૂ. 73 હજાર લઈ ઘરની બહાર ન નિકળવાનું કહી રફુચક્કર થઈ ગઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના વાઘોડીયા ડભોઈ-રીંગ રોડ પરના શ્રીજી ટાઉનશીપમાં શ્વાતિબેન હેમંતકુમાર પંચાલ તેમના પતિ અને બે સંતાનો સાથે રહે છે. મકાનના ઉપરના માળે તેઓ રહે છે. જ્યારે નીચેના માળે પોતે બ્યુટી પાર્લર ચલાવે છે. ગત તા. 28મીએ બપોરના સમયે તેમના પાર્લર પર બે અજાણી મહિલાઓએ આવી જણાવ્યું હતુ કે, અમારે 30મી શ્રીમંત છે અને અમારે તૈયાર થવાનુ છે. તમે અમારૂ બ્યુટી ટ્રીટમેન્ટ કરી દો. આ દરમિયાન શ્વાતિબેનની દિકરી નીચે આવી હતી અને તે પાર્લરનો દરવાજો ખોલી જતી રહી હતી.

તે જોઈ ટ્રીટમેન્ટ કરાવતી મહિલા સાથે આવેલી અન્ય મહિલાએ જણાવેલ કે તમારા ત્યાં સ્વંયમ માતાજી આવ્યા છે. મનન પાર્ક દશામાતાનું મંદિર આવેલુ છે. તે માતાજી આવ્યા છે. આ દરમિયાન વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે તમારી દિકરીને અમેરીકા જવાના સ્વપના છે. જો કે દિકરી ઘણીવાર ઘરમાં અમેરીકા જવાની વાત કરતી જેથી શ્વાતિબેનને મહિલાઓ પર વિશ્વાસ આવ્યો હતો. અને તે મહિલાઓએ તમારી દિકરીને નીચે લઈ આવો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દિકરી અને તેમના પતિ હેમંતકુમાર નીચે આવ્યા હતા.

બંને મહિલાઓ નીચે બેઠી હતી અને પંચાલ પરિવારને પણ નીચે બેસાડ્યા હતા. આ દરમિયાન દિકરીએ પુછ્યુ હતું કે તમને કેવી રીતના ખબર પડી ત્યારે બે પૈકી એક મહિલાએ જણાવ્યું  “હું પોતે માતાજી છું, અમને તો ખબર પડે જ” માતાજી તરીકે ઓળખ આપનાર મહિલા દિકરીને કહેવા લાગી હતી કે, તું ભણવામાં હોશીયાર છે. તારે અમેરીકા જવુ છે. તારાથી ભણાતું નથી. અને શ્વાતિબેનને ઈશારો કરી કહ્યું હતું કે, માતાજીની વિધી કરવી પડશે. બે હજારની વાત કરતા અગીયાર હજારની વાત કરી હતી અને જણાવ્યું કે, તમારી દિકરી 11માં ધોરણમાં સારા ટકા આવે તો માતાજીના મંદીરે મુકવા આવજો.

ત્યારબાદ મહિલા રૂપિયા માંગી ઘુણવા લાગી હતી. જોકે આ પછી શ્વાતિબેને રૂ.10 હજાર કાઢી તે મહિલાના હાથમાં મુક્યા હતા. આટલુ જ નહીં આ બાદ તે મહિલાએ સોનાની વસ્તું માંગી હતી. અને એક પછી એક સોનાની વીંટી, ડોકીયું, લીધુ હતું. અને કાચની શીશી મંગાવી તેમા બધા દાગીના મુકયા હતા. અને જણાવ્યું હતુ કે હું મંદિર જઈને આવું છું. ત્યાં સુધી સીરો બનાવી રાખ આ કાચની શીશીમાં કંકુ પડે તે ભરીને આવું છું. ત્યારે શ્વાતિબેને તેમના પતિને તે મહિલાઓને મંદિરે મુકી આવવા કહ્યું હતું. પણ ત્યારે તે મહિલાઓએ જણાવેલ કે તમારે ઘરની બહાર નિકળવાનું નથી અને અમારા પાછળ આવવાનું નથી. અને કલાકમાં પાછા આવ્યે છીએ. તેમ જણાવી બંને મહિલાઓ ચાલતા ચાલતા જતી રહી હતી.

એક કલાક વીતિ જતા તે મહિલાઓ પરત આવી ન હતી. અને મનન પાર્ક પાસે આવેલ દશામાતાના મંદીરે જઈ તપાસ કરતા તેઓ ત્યાર જણાયા ન હતા અને તે મંદિરે અન્ય માતાજી હાજર હતા. આથી શ્વાતિબેનને જાણવા મળ્યું હતુ કે, તેમની સાથે છેતરપીંડી થઈ છે. ઠગ મહિલાઓ સાનાના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.73 હજાર લઈ રફુચક્કર થઈ ગઈ હતી. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud