• તાજેતરમાં એલપીજી ગેસની બોટલમાંથી બીજી બોટલમાં ગેસ રિફિલીંગનું નેટવર્ક પકડાયું હતું
  • માંજલપુર પોલીસે પકડાયેલ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાકલ કરી કાર્યવાહી હાથ ધરી
  • અપના બજાર ઇન્ડિયન ગેસ એજન્સીની ઓફિસ તથા ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા

WatchGujarat. તાજેતરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા મળેલ માહિતી મુજબ કેટલાક લોકો એલપીજી ગેસની બોટલો બ્રિજ પાસે એક બોટલ માંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યા છે. તેના અનુસંધાને નજીકના પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ ટેમ્પા ચાલકો તથા તેમના માલસામાન સાથે માંજલપુર પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતા. તેમાં રાજુભાઈ મનસા રામ મોહીરે ,આનંદ ભીમ રાવ જાદવ ,પ્રવીણ નરેન્દ્ર ભાંભરેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ ૩ અને ૭ હેઠળ તથા આઈપીસીની અન્ય કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તેઓ પાસેથી મળેલી માહિતી મુજબ, તેઓ અપના બજાર ગેસ એજન્સી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જે અનુસંધાને ગઈકાલે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના ઇન્સપેકટર અને ઝોનલ ઓફિસર મારફતે અચાનક જ રેડ કરીને તપાસણી કરવામાં આવી છે.

પુરવઠાની ટીમ દ્વારા ધી બરોડા સેન્ટ્રલ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ એટલે કે અપના બજાર ઇન્ડિયન ગેસ એજન્સીની માંડવી ઓફિસ અને તેઓના ગોડાઉન બંને જગ્યાએ તપાસણી કરવામાં આવેલ હતી. અને તેઓને ત્યાં હાજર રહેલા તમામ ગેસની બોટલનું વજન કરવા માટે તોલમાપ અધિકારીને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને તેમના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસણીમાં તેઓને ત્યાં હાજર હોવા જોઈએ તેવા ગેસના બોટલોમાં કુલ 46 ગેસની બોટલોની ઘટ જણાઇ આવેલ છે. જેમાં તેઓએ જણાવેલ છે કે, અગાઉ જે પોલીસ તપાસ અથવા અન્ય તપાસમાં જે બોટલો સીઝ કરવામાં આવેલ હતા. તેઓ એમને ત્યાં હાલ ઓછા જણાઇ આવેલ છે. ઉપરાંત અગાઉના પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં જે ગ્રાહકો લઇ ગયા નથી તેના બોટલને વધારો પણ જણાઇ આવેલ છે.

કોઈપણ ગેસ એજન્સીએ પોતાના ગ્રાહકોને ડિલિવરી માટે જે-તે ટેમ્પા ચાલકો પાસે કરાર કરીને શરતો નક્કી કરવાની હોય છે. અથવા પોતાની જાતે પોતાના જ વાહનો મારફતે ડિલિવરી કરવાની હોય છે. અને એ જવાબદારી જે તે ગેસ એજન્સીની પોતાની રહે છે. આ બાબતે તેના પુરાવાઓ ગેસ એજન્સી પાસેથી માંગવામાં આવેલા છે અને તેમને રજૂ કરવા માટે નોટિસ આપી અને તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે, અપના બજાર ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ ધારો 1955 પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠાના નિયમ હુકમ 2000 તથા આવશ્યક ચીજવસ્તુ ફરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત હુકમ 1981ની જોગવાઇઓનો ભંગ કર્યો છે. અને તેઓએ ડીલેવરી માટેના વાહનો બાબતે શું કરેલું છે. તે બાબતના સંતોષ કારક પુરાવા રજૂ કરી શકેલ નથી. જેથી હાલની તપાસના કાગળો ઉપરાંતના પૂરતા પુરાવા રજૂ કરવા માટે તેમને સુનાવણી આપી અને ત્યારબાદ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud