[caption id="attachment_557947" align="aligncenter" width="640"] Cyber Expert Mayur Bhusavalkar[/caption]
WatchGujarat. જો પ્રોપર્ટી ભાડે ચડાવવાનું વિચારો છો, અને પ્રોપર્ટી ના ફોટા કોઈ વેબ પોર્ટલ પર મૂક્યા છે, તો અત્યારના સમયમાં ચેતવાની જરૂર છે, નહીં તો પ્રોપર્ટીનું ભાડું મેળવવાની જગ્યાએ પોતાની કિંમતી મૂડી ખોઈ બેસશો.
જે લોકો પ્રોપર્ટી ભાડે ચઢાવવા માટે પ્રોપર્ટી ના ફોટા ઓનલાઇન કોઈ વેબ પોર્ટલ પર મૂકે છે, તેઓ માટે સાયબર માફિયાઓ નવી જાળ બિછાવી રહ્યા છે. તેવા ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. સાયબર માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી અંગે વાત કરતા મયુર ભુસાવળકરે WatchGujarat.comને જણાવ્યું કે, સાયબર ધૂતારાઓ તે માહિતી આવા ઓનલાઇન વેબ પોર્ટલ પરથી મેળવીને પ્રોપર્ટી ના માલિકને ફોન કરીને પ્રોપર્ટી ભાડે રાખવાનું જણાવે છે. અને પ્રોપર્ટી માટે જે ભાડું નિર્ધારિત થાય છે તેમાં કોઇ પણ પ્રકારનું બાર્ગેનિંગ કર્યા વગર તે આપવા મંજુર થઇ જાય છે. ભાડાની રકમ માલિકને ઓનલાઇન ચૂકવવા માટેની માફિયાઓ ઓફર કરે છે. ત્યારબાદ રૂપિયા ચૂકવવાના નામે જ માલિકનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.
કેવી છે મોડસ ઓપરેન્ડી
મયુર ભુસાવળકરે જણાવ્યું કે, છેલ્લા 7 જેટલા કેસમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. મકાન માલિકને પૈસા ચુકવવા માટે સાયબર માફિયીઓ ક્યુઆર કોડ મોકલે છે. અને જેને સ્કેન કરતા પૈસા મળી જશે તેવો ઝાંસો આપે છે. લોકો ત્રાહિત વ્યક્તિ પર ભરોસો કરીને તેની વાતોમાં આવીને તેણે કહેલું અનુસરે છે. પરંતુ આ ક્યુઆર કોડનો મેં બારીકાઇથી અભ્યાસ કર્યો તો જણાયું કે, આ કોડ પૈસા જમા કરાવવા માટે નહિ પરંતુ પૈસા લેવા માટેનો હોય છે. જેથી માલિક ક્યુઆર કોડ સ્કેન કરે કે તુરંત તેના એકાઉન્ટમાંથી રકમ ઉપડીને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જાય છે. ક્યુઆર કોડ હંમેશા પૈસા ચુકવવા માટે હોય છે. મેળવવા માટે હોતો નથી.
સાયબર માફિયાઓ આવી રીતે મકાન માલિકની ઓળખ કરે છે
મયુર ભુસાવળકરે જણાવ્યું કે, સૌથી પહેલા સાયબર અપરાધી ઓનલાઇન વેબ પોર્ટલ પરથી પ્રોપર્ટી ના ફોટા મુકનારની સંપર્ક માહિતી મેળવે છે, ત્યારબાદ પ્રોપર્ટી લાંબા સમયગાળા માટે ભાડે લેવા માટેની વાત પ્રોપર્ટી ના માલિક સાથે કરે છે. ત્યારબાદ ભાડું નિર્ધારિત કરે છે,અને એકવાર ભાડું નિશ્ચિત થઈ જાય ત્યારબાદ ઓનલાઇન ભાડું ટ્રાન્સફર કરવા માટે પ્રોપર્ટી ના માલિક પાસે બેંક ડિટેઈલ્સ માંગે છે.
માફિયાઓ આવી રીતે મકાન માલિકને વિશ્વાસમાં લે છે
મયુર ભુસાવળકરે ઉમેર્યું કે, હવે જયારે બેંક ડિટેઈલ્સ મેળવી લે છે, પરંતુ રૂપિયા ટ્રાન્સફર કરતો નથી. અને પ્રોપર્ટી ના માલિકને જણાવે છે કે મર્ચન્ટ કાર્ડ હોવાને કારણે રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા નથી. વધુમાં પ્રોપર્ટી ના માલિકને કહે છે કે તમે પહેલા મારા એકાઉન્ટમાં 1 રૂપિયો જમા કરાવો એટલે તમને બે રૂપિયા મળશે. અને જયારે માલિક રૂપિયા જમા કરાવે એટલે તેના એકાઉન્ટમાં બે રૂપિયા ક્રેડિટ થઈ જાય છે. અને આ રીતે નાના નાના બે ત્રણ ટ્રાન્સેકશન કરાવે છે અને વિશ્વાસ જીતી લે છે.
ત્યારબાદ મોટી રકમ ટ્રાન્સફર કરવાનું કહે છે. જેવી મોટી રકમ ટ્રાન્સફર થાય એટલે ડબલ રકમ મોકલવાને બદલે કોઈક એરર આવી રહી છે, એમ કહી હજુ વધુ એક વખત એટલી જ રકમ મોકલો તેવું પ્રોપર્ટી ના માલિકને કહેવામાં આવે છે. આમ આ રીતે પ્રોપર્ટી ના માલિક ભાન ન આવે ત્યાં સુધી રૂપિયા પડાવ્યા જ કરે છે. પ્રોપર્ટી ના માલિક રૂપિયા પાછા મેળવવા રૂપિયા ટ્રાન્સફર કરે છે, અને મહેનતના રૂપિયા ખોઈ બેસે છે. અત્યાર સુધી પ્રોપર્ટી માલિકો દોઢ લાખ રૂપિયા ગુમાવી ચુક્યા છે.
બચવાના ઉપાયો :
(1) જયારે પણ આર્મી,બી.એસ.એફ અને સી.આર.પી.એફ ના નામથી કોલ આવે તો સતર્ક થવું જોઈએ.
(2) ભાડાં કરાર વગર રૂપિયા ટ્રાન્સફર કરવાની ઓફર મળે તો વિચારવું.
(3) રૂપિયા મેળવવા માટે ક્યૂ.આર કોડ સ્કેન કરવાનો હોતો નથી.
(4) મોકલેલ કોઈપણ આઈ.કાર્ડ ,આધાર કાર્ડ કે સર્વિસ કાર્ડ પર વિશ્વાસ કરવો નહીં,
(5) એ.પી.કે ફાઈલો ઇન્સટોલ કરવાથી બચવું.
(6) જો ભૂલથી પણ રૂપિયા ખોઈ બેસો, તો ત્વરિત જ "1930"પર બેન્ક સાથે રજીસ્ટર નંબર પરથી કોલ કરવો,અને તમામ હકીકત જણાવવી,અને પૂરાવા પૂરા પાડવા.