• દેણા ગામે અનુસુચીત જાતીના લોકોના સ્મશાનનું ખાતમુહુર્ત રાખવામાં આવ્યું હતું
  • આ કાર્યક્રમાં ધારાસભ્ય મધુ શ્રિવાસ્ત, પંચાયતના અધ્યક્ષ સહિતના સભ્યો હાજર રહ્યા હતા
  • કાર્યક્રમ દરમિયાન કેટલાક વિધર્મી લોકો ઘસી આવ્યા હતા, અને ધમાલ કરી હતી
  • ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો તોડી નાખવામાં આવ્યો
  • તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલ દેણા ગામે અનુસુચીત જાતીના સ્મશાનના નવીનિકરણના ખાતમુહુર્તમાં ધારાસભ્ય, જીલ્લા પંચયતના અધ્યક્ષ સહિતના સભ્યોની હાજરીમાં કેટલાક વિધર્મીઓ ઘસી આવી ઘમાલ કરી ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો તોડી જાતિ વિષયક શબ્દો બોલી ધમકી આપી હતી. ગામમાં તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસ આવી પહોંચી હતી. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા શહેરની નજીક આવેલા દેણા ગામે રહેતા મહેન્દ્રભાઈ મગણભાઈ પરમારએ તેમની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી જણાવ્યું છે કે, દેણા ગામે અનુસુચિત જાતિના લોકોનું સરકારી માલિકીના સર્વે નં.109માં સ્મશાન આવેલું છે. જેની હાલત જર્જરિત થતા તેના નવીનિકરણ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી હતી. ગત રોજ સવારે સ્મશાનના નવીનિકરણ માટે ખાતમુહુર્ત રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોહિત સમાજના લોકો ઉપરાંત ધારાસભ્ય મધુ શ્રિવાસ્તવ જીલ્લા પંચાયયના અધ્યક્ષ, ગામના સરપંચ વાહીદખાન પઠાણ સહિતના સભ્યો હાજર હતા. અને સ્મશાનની જગ્યામાં બનેલી નવી સ્કુલમાં ટેબલ પર ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો મુકવામાં આવ્યો હતો.

આ વિધર્મી સમાજના ઈમરાન પઠાણ, મન્સુરખાન પઠાણ, મોહસી પઠાણ, મુન્ના પઠાણ, એહમદ હઝકત, અલ્તાફ સહિતના અન્ય લોકો ઘસી આવ્યા હતા. અને અમારી સાથે ખરાબ વર્તન કરી જાતી વિષયક શબ્દો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. અને આ સ્મશાન બીજે કશે લઈ જાવ તેમ જણાવ્યું હતું, તે વખતે ઈમરાને ટેબલ ઉપર મુકેલ ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો ઝાપટ મારી તોડી નાખ્યો હતો. આ સમયે ત્યાં હાજર લોકો મોબાઈલમાં શુટીંગ કરતા હતા. તેમની પાસે મોબાઈલ ખુંચવીને ફેંકી દિધો હતો અને અપશબ્દો બોલ્યા હતા.

જો કે તે ગામના સરપંચ વાહીદખાન ત્યાં હાજર હોવાથી તેઓએ ઘસી આવેલા લોકોને સમજાવવા જતા તેઓ સમજ્યા ન હતા. અને વધુ ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી મેં 100 નંબર પર ફોન કરતા તે લોકો ત્યાંથી જતા જતા કહેતા ગયા હતા કે, આજે પોલીસ બોલાવી છે, પરંતુ પછીથી તમારે કાયમ ગમામાં જ રહેવાનું છે, તમને એકયને જીવતા નહી રહેવા દઈએ. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud