વડોદરામાં અનુભવી શિક્ષકો દ્રારા શરૂ કરવામાં આવ્યું ડિજીટલ લર્નિંગ પ્લેટફોર્મ
સમગ્ર વિશ્વ હવે ઓનલાઇન થઇ રહ્યું છે, ત્યારે આપણું ગુજરાતી શિક્ષણ કેમ પાછળ રહે ! “digiGURU” ની ટીમને તેમના સાહસ બદલ ખુબ ખુબ શુભકામનાઓ - જ્ઞાનવત્સલ સ્વામીજી
કોરોના કાળમાં પોતાના માતા – પિતા ગુમાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ધો – 11 અને ધો – 12 (કોમર્સ - આર્ટ્સ)નું નિશુલ્ક સબસ્ક્રિપ્શન લઇ શકે તેવી ખાસ વ્યવસ્થા
“digiGURU” પર મુકવામાં આવેલુ તમામ મટીરીયલ થ્રી લેયર સિક્યોરીટી પસાર કર્યા બાદ જ લાઇવ કરાશે
[caption id="attachment_1392574" align="aligncenter" width="640"] Vadodara – digiGURU online learning startup inaugurated by Gyanvatsal Swamiji of BAPS, and Shashtriji NayanBhai[/caption]
WatchGuajarat. કોરોના કાળે શિક્ષણને વર્ચ્યુઅલ દુનિયામાં આગળ વધવાની અમુલ્ય તક આપી છે. ગુજરાતમાં પ્રથમ વખત અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થી નર્ચર પ્રાઇવેટ લી.ના નેજા હેઠળ બાળકોને અભ્યાસ માટે સુગમતા અને સરળતાને ધ્યાને રાખીને “digiGURU” પ્લેટ ફોર્મ BAPS ના શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના હસ્તે શરૂ કરવામાં આવ્યું. “digiGURU” પ્લેટફોર્મની ખાસીયત એ છે કે અહિંયા વિદ્યાર્થીઓને પુરૂ પાડવામાં આવતુ સ્ટડી મટીરીયલ, વિડીયોઝ અને અન્ય એજ્યુકેશનલ માહિતી ત્રણ એક્સપર્ટની પેનલ પાસેથી મંજુર થયા બાદ રીલીઝ કરવામાં આવે છે. આજરોજ ધો – 11 અને ધો – 12 ના કોમર્સ અને આર્ટ્સના તમામ વિષયો આજથી લાઇવ થશે. શિક્ષક ખુદ વર્ચ્યુઅલી વિદ્યાર્થીઓને ભણાવશે. “digiGURU” સાથે જોડાઇને બાળકો અને તેમના માતાપિતાના પ્રયત્નો અને પૈસાની બચત થશે.
[caption id="attachment_1392575" align="aligncenter" width="640"] Vadodara – digiGURU online learning startup inaugurated by Gyanvatsal Swamiji of BAPS[/caption]
વિદ્યાર્થી નર્ચર પ્રાઇવેટ લી. દ્વારા શરૂ કરવામાં આવેલું “digiGURU” એજ્યુકેશન સ્ટાર્ટપ ચોક્કસ સફળ થશે - શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી
પ્રસંગે બીએપીએસના જ્ઞાનવત્સલ સ્વામીજીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ "વોકલ ફોર લોકલ"નો મંત્ર આપયો છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતના શિક્ષકોથી વધારે કોણ સમજી શકે. વિદ્યાર્થી નર્ચર પ્રાઇવેટ લી. દ્વારા શરૂ કરવામાં આવેલા “digiGURU” એજ્યુકેશન સ્ટાર્ટપની શરૂઆત પ.પૂ. ગુરૂહરી મહંત સ્વામીજીના આશિર્વાદ લઇને શરૂ કરવામાં આવી છે. જે ભવિષ્યમાં ચોક્કસ સફળ થશે. અમારી શુભેચ્છા તેમની સાથે છે. સમગ્ર વિશ્વ હવે ઓનલાઇન થઇ રહ્યું છે. ત્યારે આપણું ગુજરાતી શિક્ષણ કેમ પાછળ રહે ! “digiGURU” ની ટીમને તેમના સાહસ બદલ ખુબ ખુબ શુભકામનાઓ. ઓનલાઇન ક્વોલીટી એજ્યુકેશન આપવાનો પ્રયાસ આવનારા વર્ષો સુધી વિદ્યાર્થીઓને સાચી રાહ ચીંધતો રહેશે.
[caption id="attachment_1392576" align="aligncenter" width="640"] Shree Bhusavalkar performed Shiv Stotra[/caption]
કોરોનામાં માતા – પિતા ગુમાવનાર વિદ્યાર્થી માટે ફ્રી ઓનલાઇન એજ્યુકેશન
“digiGURU” શરૂઆતથી જ વિદ્યાર્થીનો ભણતરને લઇને વધારે પ્રયત્નશીલ છે. અમારા દ્વારા જે વિદ્યાર્થીઓએ મહામારી કાળમાં પોતાના માતા – પિતા ગુમાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે વિશેષ સંવેદના દાખવવામાં આવે છે. અને આ વિદ્યાર્થીઓ ધો – 11 અને ધો – 12 (કોમર્સ - આર્ટ્સ)નું નિશુલ્ક સબસ્ક્રિપ્શન લઇ શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ – ઇમેલ કરવાનો રહેશે. રાજ્યભરમાંથી આ ઇમેલ પર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. વિદ્યાર્થીઓ દ્વારા એપ્લાય કર્યા બાદ અમારી ટીમ દ્વારા તેની સઘન ચકાસણી કરવામાં આવશે. અને ત્યાર બાદ નક્કી કરેલા વિદ્યાર્થીઓને સબસ્ક્રિપ્શન આપવામાં આવશે.
મટીરીયલ ચેક કરવા માટે છે થ્રી લેયર સિક્યોરીટી
“digiGURU” ટીમ જણાવે છે કે, અમારા પ્લેટફોર્મ પર મુકવામાં આવનાર વિડીયોઝ તથા અન્ય એજ્યુકેશનલ મટીરીયલ ઓછામાં ઓછા 20 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવશે. એટલું જ નહિ અમારૂ કોઇ પણ મટીરીયલ વિદ્યાર્થી સુધી પહોંચે તે પહેલા તેને ત્રણ તબક્કામાંથી પાસ થવું પડશે. વિષય એક્સપર્ટ, સ્કોલર વિદ્યાર્થી અને રિટાયર્ડ પ્રિન્સીપાલ દ્વારા મટીરીયલને વેરીફાય કર્યા બાદ જ તેને વિદ્યાર્થીઓ માટે મુકવામાં આવશે.
અહિંયા મળે છે કિફાયતી ફી માં ગુણવત્તાસભર શિક્ષણ
“digiGURU” ની ટીમ વધુમાં જણાવે છે કે, ઓનલાઇન પ્લેટફોર્મ પર ભણવાના અનેક ફાયદા છે. સૌથી મહત્વનો ફાયદો છે કે, વિદ્યાર્થીની કુલ ટ્યુશન ફીના માત્ર 10 ટકા જેટલી ફી જ ભરીને ક્વોલીટી એજ્યુકેશન મેળવી શકશે. ઓનલાઇન એજ્યુકેશન મેળવવાને કારણે સમય અને પ્રયત્નો બચાવી શકાશે. તેનો સીધો ફાયદો એવો થશે કે વિદ્યાર્થીઓ તેમના ગોલ માટે વધારે સમય ફાળવી શકશે. અને ભવિષ્યમાં નવા આયામો સર કરી શકશે.