• લગ્ન બાદથી જ વડોદરાની મહિલાને તેના સાસરીયાઓ દહેજ લાવવા ખુબ દબાણ કરતા
  • દેશી દારૂનો ધંધો કરતી જેઠાણી દારૂનો પોટલીઓ બાંધવા દબાણ કરતી
  • મહિલાને દિકરો જન્મ થતા સાસરીયા ખુબ મેણાટોણા મારતા અને દિકરીની સારવાર માટે પણ એકય રૂપિયો આપતા ન હતા
  • સમગ્ર મામલા અંગે પાણીગેટ પોલીસે મહિલાના સાસરિયા વિરૂદ્ધ દહેજ સતામણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે

WatchGujarat. વડોદરા શહેરની મહિલાના લગ્નના બે મહિના બાદથીજ તેના સાસરિયાઓ દહેજ પેટે 5 લાખ ઉપરાંત સોના-ચાંદીના દાગીનાની માંગણી કરી ખુબજ ત્રાસ આપતા તેમજ દેશી દારૂનો ધંધો કરતી જેઠાણી દારૂની પોટલીઓ બાંધવા માટે દબાણ કરતી. અંતે આ સૌથી કંટાળી મહિલાએ તેના પતિ, જેઠાણી, નણંદ, તથા નણદોઈ વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે દહેજ સતામણી સહિતની કલમો હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમા રહેતા સુમનબેન(નામ બદલ્યું છે) એ તેમની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આપી જણાવ્યું છે કે, તેમના લગ્ન વર્ષ 2019માં રાજીવ ઉર્ફે ગણેશ ભીખાભાઈ સાથે થયા હતા. લગ્નના બે મહિના બાદથી જ પતિ રાજીવ, જેઠાણી સોનલ વિષ્ણુ કહાર, નણંદ અનીતા વિજય પરદેશી તથા નણંદોઈ વિજય પરદેશી જણાવતા કે તારા પિતાએ લગ્ન દરમિયાન કોઈ દહેજ આપ્યો નથી જેથી હવે તુ પિયરમાંથી રૂ. પાંચ લાખે તેમજ સોના-ચોંદીના દાગની લઈ આવ. અને આ વાતે મે ના પાડતી તો મને ગંદી ગાળો આપતા.

આ ઉપરાંત જેઠાણી, નણંદ તથા નણંદોઈની ચઢામણીતી પતિ રાજીવ મને ખુબ માર મારતો. જેઠાણી દારૂનો ધંધો કરતી હોવાથી તે મને દારૂની પોટલીઓ બાંધવા દબાન કરતી અને મે ના પાડુ તો તે પણ મને ગંદી ગાળો આપતી, મારા પિતા જીવત હતા ત્યારે મારો પતિ મને તેમની પાસેથી પૈસા લાવવા માટે દબાણ કરતો જેથી અત્યાર સુધી મે રૂ.એક લાખ મારા પિતા પાસેથી લાવી પતિ રાજીવને આપ્યા છે.

મને ગત વર્ષ 2020 માં દિકરીનો જન્મ થયો હતો. તેને લઈને પણ સાસરીયાઓ મેણાટોણા મારતા હતા. તેમજ દિકરી બીમાર થાય તો તેની દવા કરાવવા પણ પૈસા આપતા ન હતા. જેથી મે મારા ભાઈઓ પાસેથી પૈસા લાવી મારી દિકરીની સારવાર કરાવતી હતી. આ બાદ મે દિવાળી કરવા મારા ભાઈના ઘરે ગઈ હતી ત્યારે રાત્રે એક વાગે પતિએ આવી ખોટા વહેમ રાખી મારા ચારીત્ર પર શક કરી મારઝુડ કરી મને અને મારા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો.

આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધી હતી અને મહિલાના પતિ સહિત જેઠાણી, નણંદ, નણંદોઈ વિરૂદ્ધ દહેજ સતામણી, મારામારી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud