• વડોદરા:કલકતાના રહેવાસીઓ ઉપર મહિલાએ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ આપી
  • લગ્ન દરમિયાન મહિલાના માતા-પિતાએ કરોડો રૂપિયાનું દહેજ આપ્યું હતું
  • પતિ નશાની હાલતમાં મહિલાને અનેક વાર સિગરેટના ડામ આપવા ધમકાવતો
  • વિદેશ ફરવાનો શોખીન પતિ ,પત્નીના માતા-પિતા પાસે વિદેશ ફરવાના તમામ ખર્ચ કરાવતો
  • પતિની જાતીય પીડાની સારવાર કરાવા કહેતા, પતિએ બાલકનીમાંથી નીચે ફેંકી દેવાનો કર્યો પ્રયાસ

WatchGujarat. વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં ગત રોજ દહેજ સતામણી, ધમકી સહિતની કલમો અંતર્ગત ગુનો  નોંધાયો છે. જેમાં મહિલાના માતા-પિતા એ લગ્ન દરમિયાન કરોડો રૂપિયાનું દહેજ અને સોના-ચાંદીના દાગીના સહીત મોંઘીદાટ ગાડી આપી હોવા છતાં. સાસરિયા હજુ દહેજ પેટે રૂપિયા માંગી મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપી પતિએ મહિલાને બાલ્કનીમાંથી નીચે ફેંકી દેવાનો પ્રયાસ કયો હતો. છેવટે આ બધાથી કંટાળી મહિલાએ પિયરમાં આવી પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સાસરિયાએ માંગ્યું કરોડો રૂપિયાનું દહેજ

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં  સીમા (નામ બદલેલ છે) એ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું  છે કે, હું ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરું છું અને મારા લગ્ન ગત ફેબ્રુઆરી 2017માં વેદાંત  સાથે થયા હતા.  લગ્ન થયા બાદ હું મારા પતિ સહીત સાસુ સસરા સાથે કલકતામાં રહેતી હતી. વેદાંત સાથે પહેલા સગાઇ થઇ ત્યારે મારા સાસુ-સસરા મારા માતા-પિતાને જણાવ્યું હતું કે, વેદાંત અમારો એકનો એક દીકરો છે. જેથી અમારે તેનું લગ્ન ધૂમ ધામથી કરવાનું છે. બારાતીયોનો આવવા જવાનો ખર્ચ તમારે કરવો પડશે અને દહેજ રૂપે માંગણી કરતા મારા માતા-પિતાએ પ્રથમ રૂ.1.50 કરોડ તથા સોના-ચાંદીના રૂ.1 કરોડના દાગીના આપ્યા હતા. પરંતુ સાસરિયા આટલેથી થંભી ન હોતા ગયા તેઓને હજુ દહેજ જોઈતું હતું અને અવારનવાર મહેણા-ટોણા માર્ટા રહેતા હતા.

નશાની હાલતમાં પતિ સિગરેટના ડામ આપવાની ધમકી આપતો

પહેલા અમે પતિ સહીત સાસુ-સસરા કલકતા ખાતે રહેતા હતા. અને પતિ વેદાંત જે સી.એ છે.તેની નોકરી બેંગ્લોર ખાતે હોવાથી હું તથા વેદાંત બેંગ્લોર જતા રહ્યા હતા. અને આ દરમિયાન સાસુએ તમામ સોના-ચાંદીના દાગીના મારી પાસેથી લઇ બેન્કના લોકરમાં મૂકી દીધા હતા. બેંગ્લોર જતાજ પતિ દરરોજ ઓફિસથી ઘરે આવતી વખતે નશાની હાલતમાં આવતો હતા.અને તેને સિગરેટ પીવાની આદત હોવાથી તે સિગરેટના ડામ દેવાની ધમકી આપતો હતો. આ બધા વચ્ચે વેદાંતે જણાવ્યું હતું કે, મારે રિલેક્સ થવા થાઈલેન્ડ જવું છે તારા માતા પિતા ને કહી બુકીંગ કરાવી દે. જેથી મારા માતા-પિતાએ બુકીંગ કરાવી આપી અમે ગત જાન્યુઆરી 2018માં થાઈલેન્ડ ફરીને આવ્યા હતા.

વિદેશ ફરવા મહિલા પાસે માંગણી કરતો

અમે બેંગ્લોર ખાતે રહેતા અને સાસુ-સસરા કલકતા જેથી વર્ષમાં સાસુ-સસરા બે વખત બેંગ્લોર આવતા અને જણાવતા કે વેદાંતને એક સારી લકઝુરિયઝ ગાડી લઇ આપો જેથી આ દરમિયાન વેદાંતની બદલી હરિયાણા ખાતે થઇ જતા મારા પિતાએ  હરિયાણા પારસીંગની એક સ્કોડા ગાડી લઇ આપી હતી. આ બાદ વેદાંતએ દુબઇ ખાતે જવાની માંગણી કરતા મારા પિતાએ અમને દુબઇ મોકલ્યા હતા અને તમામ ખર્ચ તેમને ઉઠાવ્યો હતો. વેદાંત પતિ તરીકેનો પ્રેમ આપવાની જગ્યાએ તે ખુબ ઝગડો કરતો અને ઘરનો સામાન મારી ઉપર ફેંકી તથા નશો કરી ખુબ પરેશાન કરતો હતો.

પતિની જાતીય પીડાની સારવાર કરાવા કહેતા, પતિએ બાલકનીમાંથી નીચે ફેંકી દેવાનો કર્યો પ્રયાસ

ગત વર્ષનું લોકડાઉન થતા હું અને વેદાંત કલકતા ખાતે રહેવા જતા રહ્યા હતા. જ્યા પતિ સહીત સાસુ-સસરા ખુબ ત્રાસ આપી હેરાન કરતા હતા અને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી દહેજ પેટે રૂ.50 લાખ લાવવા માટે ખુબ દબાણ કરતા હતા. પતિને જાતીય પીડા હોવાથી તે પતિ તરીકેનું સુખ પણ નહોતું આપી શકતો અને આ સમસ્યાની સારવાર અંગે વાત કરતા તેને મને બાલકની માંથી ધક્કો મારી નીચે ફેંકી દેવાનો પ્રયાસ કરી અપશબ્દો બોલ્યા હતા. આ બાદ હું ગત ફેબ્રુઆરી 2021 માં મારા ઘરે (પિયર)માં આવી ગઈ હતી. અને ત્યાં અમદાવાદ ખાતે વેદાંતની સારવાર કરાવા અપોઈન્ટમેન્ટ લીધી હતી. પરંતુ તે સારવાર કરાવા નહોતો આવ્યો. જેથી પરિવારના સભ્યોએ આ શારીરિક સમસ્યાની સારવાર કરાવા મિટિંગ ભરી હતી. જેથી વેદાંતે સારવાર કરાવવા ચોખીના પડી દીધી હતી. જેથી સારવાર ન થાય ત્યાં સુધી મારા માતા-પિતા તમામ સોના-ચાંદીના દાગીના પાછા માંગ્યા હતા.પરંતુ સાસરિયાઓએ  એક પણ દાગીના પાછા આપ્યા નહોતા. એન ગત માર્ચ મહિનામાં બેન્કમાંથી મેસેજ આવ્યો હતો કે તમારું લોકર(સાસુ અને મારા નામ પર હતું) ઓપરેટ થયું છે.જેથી તમામ સોના-ચાંદીના દાગીના સાસરિયાઓએ સગે-વગે કરી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. અને પિતાએ આપેલ ગાડી પણ તેઓએ સગે-વગે  કરી દીધી હોય તેમ જાણવા મળ્યું હતું.

આ સમગ્ર મામલે મહિલાએ ગત રોજ વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે દહેજ સતામણી, ધમકી સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud