• વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ એટલું સાબદું છે કે આગ અકસ્માતની કોઇ પણ ઘટના પર કાબુ મેળવી શકે છે
  • મકરપુરા જી.આઇ.ડી.સીમાં આવેલી જાનકી લાલ નંદલાલ પ્રા.લી. નામની કંપની શેડ નં. 401 માં આવેલી છે
  • આજરોજ કંપની બંધ હતી ત્યારે તેમાં આગ લાગી હતી
  • ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોઇને આસપાસના લોકોએ ફાયર વિભાગને આ અંગેની જાણ કરી હતી

WatchGujarat. શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી સ્ટીલના સ્ક્રેપની કંપનીમાં શુક્રવારે સાંજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયરના લાશ્કરોની ત્વરિત કામગીરીને પગલે કંપનીમાં મોટું નુકશાન થતા બચ્યું હતું.

વડોદરા તથા આસપાસના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાને કારણે અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જો કે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ એટલું સાબદું છે કે આગ અકસ્માતની કોઇ પણ ઘટના પર કાબુ મેળવી લે છે. અને જાન માલનું મોટુ નુકશાન થતા અટકાવવું શક્ય બને છે. આજરોજ વડોદરાના છેવાડે આવેલી મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.

મકરપુરા જી.આઇ.ડી.સીમાં આવેલી જાનકી લાલ નંદલાલ પ્રા.લી. નામની કંપની શેડ નં. 401 માં આવેલી છે. કંપની આજરોજ સાંજે બંધ હતી ત્યારે તેમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. ધુમાડાના ગોટા આસપાસની કંપનીના કર્મીઓ જોઇ જતા તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયરના લાશ્કરોને કોલ મળતા જ તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

ફાયરની કામગીરીને પગલે આગ ફેલાતા અટકી હતી એટલું જ નહિ કંપનીને મોટું નુશકાન પણ અટકાવી શકાયું હતું. ફાયર સુત્રોના જણાવ્યા પ્રમાણે, આગ લાગવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. જો કે, ફાયરના લાશ્કરોની ત્વરિત કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ બાદ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud