• ફાયર સેફ્ટીને લઇને બેદરકાર લોકો સામે કાર્યવાહી કરવા માટે કોર્ટ પણ લાલ આંખ કરી ચુકી છે
  • વડોદરા ફાયર વિભાગ દ્વારા ફાયરનું ઓનઓસી મામલે ઉદાસીનતા દાખવતા પરિસરને સીલ મારવાની કામગીરી પુન હાથ ધરવામાં આવી છે
  • આજરોજ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલું સુરજ પ્લાઝા કોમ્પ્લેક્ષ સીલ મારી દેવાનું

WatchGujarat. વડોદરામાં ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. અને ફાયર એન.ઓ.સી. રિન્યુ કરાવવામાં ઉદાસીનતા દાખવતા સયાજીગંજ વિસ્તારમાં આવેલા સુરજ પ્લાઝા કોમ્પલેક્ષને સીલ મારી દેવામાં આવ્યું છે. ફાયર વિભાગની કાર્યવાહીને પગલે લોકોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

ફાયર સેફ્ટીને લઇને બેદરકાર લોકો સામે કાર્યવાહી કરવા માટે કોર્ટ પણ લાલ આંખ કરી ચુકી છે. છતાં હોસ્પિટલ, શાળા સહિત અનેક સંકુલના સંચાલકો દ્વારા બેદરકારી દાખવવાનું હજી પણ ચાલું છે. તેવામાં વડોદરા ફાયર વિભાગ દ્વારા ફાયરનું ઓનઓસી મામલે ઉદાસીનતા દાખવતા પરિસરને સીલ મારવાની કામગીરી પુન હાથ ધરવામાં આવી છે. આજરોજ ફાયર વિભાગ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલા સુરજ પ્લાઝા કોમ્પ્લેક્ષને સીલ મારી દેવામાં આવ્યું છે. અને ત્યાં નોટીસ મારી દેવામાં આવી છે. સુરજ કોમ્પ્લેક્ષના વહીવટ કર્તાઓ દ્વારા ફાયર એન.ઓ.સી રિન્યુ નહિ કરાવાતા વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ઇલેક્ટ્રીસીટી બંધ કરી દેવામાં આવી છે. અહિં મોટાભાગે કોમર્શિયલ દુકાનો આવેલી હોવાથી તેઓને મુશ્કેલી પડી શકે છે.

રાજ્યમાં કોરોના કાળમાં અનેક આગ અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. જેને લઇને મામલે ગુજરાત હાઇકોર્ટે પણ સખતાઇ ભર્યુ વલણ દાખવ્યું હતું. ત્યાર બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને ઠેર ઠેર ફાયર સેફ્ટી દુરસ્ત કરવા તથા જે લોકો ફાયર સેફ્ટીને લઇને ઉદાસીનતા દાખવતા હોય તેવા સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. આજદિન સુધી અનેક કોમ્પલેક્ષો દ્વારા ફાયર સેફ્ટીની યોગ્ય જોગવાઇ નહિ કરવાને કારણે સીલ મારવાની કામગીરી ચાલુ છે.

ફાયર સેફ્ટીને લઇને વિભાગની કાર્યવાહીને કારણે લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. અને ચોતરફથી વિભાગની પ્રશંસા કરવામાં આવી રહી છે. હવે આ મામલે વધુ કોમ્પલેક્ષ સહિતની જગ્યાએ સીલ મારવામાં આવે તો નવાઇ નહિ.

Facebook Comments Box

Videos

Our Partners