• નિઝામપુરાના મારૂતિ કોમ્પેલેક્ષમાં આવેલ બંધ ગોડાઉનમાં લાગી ભીષણ આગ
  • ભીષણ આગને જોઈ કોમ્પેલેક્ષ સહિત નજીકના સ્થળે નાસભાગ મચી ગઈ હતી
  • ફાયર ફાયટરો સમય સુચક્તા આવી જતા ગણતરીની મીનીટોમાં આગ કાબુમાં આવી ગઈ
  • આ નાસભાગ તેમજ ભીષણ આગને જોઈ લોકોના ટોળ-ટોળા સ્થળ પર એકત્રીત થઈ ગયા હતા

WatchGujarat. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આજે સાંજે એક કોમ્પેલેક્ષના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે સમય સુચકતા ફાયર ફાયટરો આવી જઈ આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી. આ સાથે આગ જોતા કોમ્પેલેક્ષની આસપાસ મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. દુકાનમાં આગ લાગતાની સાથે દિવાળી ટાણે ફૂટતા ફટાકડડાના બોંબ જેવા ધડાકા થયા હતા. ઘટનાની જાણ થતા ફતેગંજ પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લોકોને સ્થળ પરથી છુટા પાડ્યા હતા.

સમગ્ર મામલાની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના નિઝામપુરા વિસ્તારના બસ ડેપોની સામે આવેલ મારૂતી કોમ્પલેક્ષમાં આજે સાંજે પાંચ વાગ્યની આસપાસ અમોલ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. ગોડાઉન સાવ બંધ હતું અને તેની અંદર કાર પોલીસનો સામાન રાખવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના પ્રથમિક અનુમાન અનુસાર આ આગ સોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય આગ લાગ્યા બાદ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીધુ હતું. અને દુકાનમાં દિવાળી ટાણે ફૂટતા ફટાકડડાના બોંબ જેવા ધડાકા થયા હતા. બંધ ગોડાઉનની અંદરથી જ્યારે આગની લપટો બહાર આવવા લાગી અને તેના ધુમાડાના ગોટે-ગોટા આકાશમાં છવાઈ ગયા તે જોઈ સમગ્ર કોમ્પલેક્ષમાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે આગને જોઈ રસ્તેથી પસાર થતા લોકો પણ આ નાસભાગ અને આગને જોઈ એક તબક્કે થંભી ગયા હતા.

ભીષણ આગને જોઈ કોમ્પેલેક્ષની આસપાસ મોટી સંખ્યામાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. જો કે આ સમગ્ર બનાવ વિશે ફાયર વિભાગ અને પોલીસને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. જે બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ગોડાઉન અમોલ એંટરપ્રાઇના માલિક મહેશસીંગ ચૌહણનુ છે. જ્યારે તેમની ઓફિસ પણ આજ કોમ્પેલેક્ષમાં તેમના ગોડાઉનથી 3-4 દુકાનો છોડી આવેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud