આધેડ મહિલા સામે અવારનવાર દ્વીઅર્થી શબ્દો, ઈશારા કરી હેરાન પણ કરતો હતો
અભયમ રિસ્કયુ ટીમ બાપોદ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરેશાન કરતા આધેડ વયની વ્યક્તિને બરાબરનો પાઠ ભણાવ્યો
આધેડને સમજાતા તેણે પોતાની ભૂલ કબૂલી અને હવે પછી કોઈપણ પ્રકાર ની હેરાનગતિ નહિ કરું જેની ખાત્રી આપી હતી
WatchGujarat. વડોદરાના સુલતાનપુર વિસ્તાર માંથી એક પરણિતાએ 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી પોતાની વ્યથા જણાવી ત્રાસ માંથી છુટકારો મળે તેવી વિનતી કરી હતી. અભયમ રિસ્કયુ ટીમ બાપોદ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરેશાન કરતા આધેડ વય ની વ્યક્તિને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આધેડને સમજાતા તેણે પોતાની ભૂલ કબૂલી અને હવે પછી કોઈપણ પ્રકાર ની હેરાનગતિ નહિ કરું જેની ખાત્રી આપી હતી. પરણિતાએ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.
મળતી માહિતી મુજબ રશ્મિ બેન ના પતિ ધંધા માટે અવારનવાર બહાર ગામ હોય છે. જેથી તે સમય દરમિયાન તેઓ એકલા ઘરે રહે છે. જે તક નો લાભ લઇ આધેડ વય નો પડોશી અવાર નવાર વાત ચીત કરી આડકતરી રીતે સબંધ રાખવા નું દબાણ કરતો હતો. આધેડ આટલેથી નહીં અટકતા મહિલા સામે અવારનવાર દ્વીઅર્થી શબ્દો, ઈશારા કરી હેરાન પણ કરતો હતો. આધેડને આ પ્રકારના ત્રાસથી ત્રસ્ત રશ્મિ બેને કોઈ પ્રતિભાવ ના આપતા આધેડ ઉશ્કેરાઈ હતો હતો. અને અવારનવાર ઝગડો કરી શારીરિક અડપલાં કરતો હતો. તથા વાહન વચ્ચે મૂકો છો તેમ કહી વાત કરવાનો પ્રયત્ન કરતો અને જતા આવતા રસ્તા વચ્ચે ઊભો રહેતો, આ રીત ની હેરાનગતિ મહિલા સહન કરતા હતા.
બીજી તરફ મહિલા તેના પતિ ને જણાવે તો ઝગડો થાય તેવી બીક રહેતી હતી. આખરે મહિલાએ હિમ્મત ભેગી કરી તેઓ એ 181 મહિલા હેલ્પ લાઇનમાં પોતાની વ્યથા જણાવી હતી.
અભયમની રિસ્કયુ ટીમે સ્થળ પર પહોંચી આધેડને ઝડપી લીધો હતો. અને લાલ આંખ બતાવી પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા, તેણે પોતાની ભૂલ કબૂલી હતી. અને હવે પછી ક્યારેય કોઈપણ પ્રકારની હેરાનગતિ નહિ કરવાની લેખિત ખાતરી આપતા સમાધાન કરાવવામાં આવ્યું હતુ. આમ રશ્મિબેન ને રાહત થતા તેઓ એ અભ યમ ટીમ નો આભાર માન્યો હતો.