• શહેરના વારસિયાના મધુનગરમાં રહેણાંક વિસ્તારમાં પીસીબીના દરોડા
  • ઈન્ડિયન ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરતી ટોળકી ઝડપાઈ
  • પીસીબીએ ચારને ડિટેઈન કર્યા, 100 જેટલા ગેસ સિલિન્ડર કબ્જે કરવામાં આવ્યા
  • અગાઉ પણ આ ટોળકી ગેસ ચોરીમાં પકડાઈ હતી

WatchGujarat. વડોદરા શહેરના વારસિયામાં આવેલા રહેણાંક વિસ્તાર મધુનગરમાં પીસીબીએ દરોડા પાડી ઈન્ડિયન ગેસના સિલિન્ડરોમાંથી ગેસ ચોરી અને રીફિલીંગનું કૌભાંડ પકડી પાડ્યું છે. હાલ પીસીબીએ ચાર લોકોને ડીટેઈન કર્યા છે અને 100 જેટલા ગેસના સિલિન્ડર કબ્જે કર્યા છે. રહેણાંક વિસ્તારમાં ગેરકારયેસર ધમધમતા રીફીલીંગ સેન્ટરમાં જો દુર્ભાગ્યવશ કોઇ અનઇચ્છનિય ઘટના બને તો અનેકના જીવ જોખમમાં મુકાઇ શકે છે. આ પ્રકારના કિસ્સાઓમાં પોલીસ તંત્ર વધારે કડકાઇ દાખવે તે જરૂરી છે. તાજેતરમાં જ વડોદરાની કેન્ટોન લોબોરેટરીઝ અને ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કેમીકલ કંપનીમાં અકસ્માતને કારણે અનેક લોકોના જીવ ગયા હતા.

આ મામલે પીસીબી પીઆઈ જે.જે. પટેલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, પીસીબીને માહિતી મળી હતી કે, નીલેશ કહાર નામનો વ્યક્તિ પોતાના ઘરે(વારસિયા મધુનગર) ઈન્ડિયન ગેસના સિલિન્ડરો લાવી, સિલિન્ડર ડિલીવરી કરતા સહિત હેલ્પર સાથે મળી ગેસના સિલિન્ડરોમાંથી ગેસની ચોરી ઉપરાંત અન્ય સિલિન્ડરોમાં રીફિલીંગ કરે છે.

આ માહિતીના આધારે પીસીબીએ દરોડા પાડ્યા હતા. સ્થળ પર જતા પોલીસને ગેસ સિલિન્ડરના રીફિલીંગના સાધનો મળી આવ્યા હતા અને ત્યા રહેલા અન્ય ગેસના સિલિન્ડરોનું વજન ચકાસ્તા તેમાં ગેસનું પ્રમાણ ઘણુ ઓછુ જણાઈ આવ્યું હતું. જેથી પીસીબીએ નીલેશ કહાર સહિત ચાર લોકોને ડિટેઈન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ પોલીસે દરોડા પાડી ઉપરોક્ત લોકોને ગેસ ચોરીના મામલામાં પકડી પાડ્યા હતા. પણ થોડો સમય વીતી ગયા બાદ તેઓએ ફરિ એકવાર ગેસ ચોરી કરવાનું શરૂ કરી દિધું હતું.

તેમણે ઉમેર્યું હતુ કે, પીસીબીએ સ્થળ પરથી 100 જેટલા ઈન્ડિયન ગેસ સિલિન્ડરો કબ્જે કર્યા છે. જ્યારે આ સિલિન્ડરોની એજેન્સી અન્ય કોઈની હોવાનું બહાર આવ્યું છે. જે હાલ તપાસ ચાલી રહી છે અને તે બાદ જાણવા મળશે. જો કે આ વિસ્તાર સીટી પોલીસ સ્ટેશનની હદમાં હોવાથી ત્યાં આ મામલે ગુનો નોંધાવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પંચમહાલના ઘોઘંબામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમીકલ કંપની અને ત્યાર બાદ વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડમાં અલગ અલગ સમયે અકસ્માતની ઘટના સામે આવી હતી. બંને ઘટનાઓમાં અનેક કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ કંપનીમાં કામ કરતા લોકોની સુરક્ષાને લઇને અનેક  સવાલો પણ ઉભા થયા છે. ત્યારે આજે અનેક લોકોના જીવને જોખમમાં મુકે તેવી રહેણાંક વિસ્તારમાં રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. જો આ ઘટનામાં દુર્ભાગ્યવશ કોઇ અનઇચ્છનિય ઘટના ઘટે તો અનેકના જીવ જોખમમાં મુકાઇ શકે તેમ છે. ગેસ રીફીલીંગ માફિયાઓ સામે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud