અમદાવાદમાં તાજેતરમાં બજરંગ દળ દ્વારા કામસુત્રની ચોપડીની હોળી કરવામાં આવી હતી
હવે વડોદરામાં વિશ્વ હિંદુ પરીષદના કાર્યકરો દ્વારા કામસુત્રની ચોપડીનો વિરોધ નોંધાવી યોગ્ય તપાસ કરવાની માંગ કર્યો
આગામી સમયમાં હિંદુ ધર્મની લાગણી દુભાયાનો મામલો વધુ તુલ પડકી શકે છે
WatchGujarat. તાજેતરમાં અમદાવાદમાં કામસુત્રની ચોપડીમાં હિંદુ ધર્મની લાગણી દુભાય તેવા ચિત્રો હોવાના કારણે અમદાવાદમાં બજરંગ દળના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. ગતરોજ વડોદરાના વિશ્વ હિંદુ પરીષદના ધર્મ પ્રસાર સંયોજકે વડોદરામાં મળતી કામસુત્રની ચોપડીમાં લાગણી દુભાય તેવા ફોટો હોવાથી ગોરવા પોલીસ સ્ટેશનમાં યોગ્ય તપાસ કરવા માટેની અરજી કરી હતી.
https://youtu.be/xCHz9ixa5_I
અમદાવાદમાં તાજેતરમાં બજરંગ દળ દ્વારા કામસુત્રની ચોપડીની હોળી કરવામાં આવી હતી. જેની પાછળનું કારણ આપતા બજરંગ દળના કાર્યકરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, કામસુત્રની ચોપડીમાં હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવતા મામલો ગરમાયો હતો. જો કે, હવે કામસુત્રના વિરોધનો મામલો વડોદરા આવી પહોંચ્યો છે. વડોદરામાં વિશ્વ હિંદુ પરીષદના કાર્યકરો દ્વારા કામસુત્રની ચોપડીનો વિરોધ નોંધાવી યોગ્ય તપાસ કરવાની માંગ કરતી અરજી ગોરવા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
પોલીસ અરજીમાં જણાવ્યા પ્રમાણે, ગીરીશભાઇ તપોધન વિશ્વ હિંદુ પરીષદમાં ધર્મ પ્રસાર સંયોજક તરીકે કામ કરે છે. તેઓને ગોરવા વિસ્તારમાં આવેલા ઇનઓર્બીટ મોલમાં આવેલા ક્રોસવર્ડ બુક સ્ટોરમાં કામસુત્રની ચોપડીનું વેચાણ થવા અંગે માહિતી મળી હતી. અને તેમાં હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા દર્શાવવામાં આવ્યા છે. આ અંગેની ખરાઇ કરવા માટે તેઓએ જાતે જ સ્ટોરમાંથી ચોપડી ખરીદી હતી. અને તેમાં જોતા હિંદુ દેવી દેવતાઓના નગ્ન ફોટા અને ચિત્રો જોવા મળ્યા હતા. સંયોજક દ્વારા ચોપડીના ડીલર અને વેચાણ કરનારાઓ અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. સમગ્ર મામલે હિંદુ ધર્મની લાગણી દુભાતી હોવાના કારણે ગોરવા પોલીસ મથકમાં અરજી કરી યોગ્ય તપાસની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી શરૂ થયેલો કામસુત્રની ચોપડીમાં હિંદુઓની લાગણી દુભાયાનો વિરોધ હવે વડોદરા આવી પહોંચ્યો છે. સમગ્ર મામલાને જોતા આગામી સમયમાં કામસુત્રની ચોપડીનો વિરોધ વધુ ઉગ્ર બની શકે છે. ઠેર ઠેર વિરોધ બાદ ચોપડી વેચનારાઓ અને ડિસ્ટ્રીબ્યુટર સામે કોઇ કાર્યવાહી થાય છે કે નહિ તે જોવું રહ્યું.