• વહેલી સવારમાં મકરપુરા GIDCમાં આવેલ વરસાદી કાંસમાં એક શખ્સ પડી ગયો હતો
  • ફાયરફાયટરોએ ગણતરીની મિનીટોમાં ઉંડી કાંસમાંથી શખ્સનું રેસ્ક્યું કર્યું હતું
  • વહેલી સવારના અંધારાના કારણે તે શખ્સ કાંસમાં પડી ગયો હતો તેમ જાણવા મળ્યું

WatchGujarat.  વડોદરા મકરપુરા GIDCમાં આજે વહેલી સવારમાં એક સીક્યુરિટી ગાર્ડ વરસાદી કાંસમાં પડી ગયો હતો. આ મામલે ફાયરવિભાગને જાણ કરતા મકરપુરા ફાયર સ્ટેશનના કર્મીઓ બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને સીક્યુરિટી ગાર્ડને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો હતો.

આ સમગ્ર મામલે મકરપુરા ફાયર સ્ટેશનના ફાયરમેન જનકભાઈ પંચાલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, આજે સવારમાં 6 વાગ્યાની આસપાસ મકરપુરા GIDCના 303 પ્લોટ નંબર પાસે આવેલી વરસાદી કાંસમાં એક શખ્સ પડી ગયો હતો. જે મામલે 9 વાગ્યાની આસપાસ ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. આ બાદ મકરપુરા ફાયર સ્ટેશનના કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલીક રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.

ઉંડી કાંસમાં પડી ગયેલા શખ્સને ગણતરીની મિનીટોમાં રેસ્ક્યું કરી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ બાદ તે શખ્સનું નામઠામ પુછતા તેનું નામ નરેન્દ્ર રાઠવા જાણવા મળ્યું હતું. અને તેને જણાવ્યું હતું કે, તે વહેલી સવારમાં છ વાગ્યાની આસપાસ ચાલતો જઈ રહ્યો હતો ત્યારે અંધારાના કારણે તે વરસાદી કાંસમાં પડી ગયો હતો.

આ વિસ્તારની આસપાસના લોકોએ નરેન્દ્રભાઈને વરસાદી કાંસમાં પડેલા જોઈ તાત્કાલીક ફાયરવિભાગને જાણ કરી હતી. આ સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે આ બાદ નરેન્દ્રભાઈને સહિસલામત કાંસમાંથી બહાર કાઢી તેમને હોસ્પિટલ જવા માટે પુછવામાં આવ્યું હતું. પણ તેઓએ હોસ્પિટલ જવાની ના પડી હતી અને પોતે સ્વસ્થ છે તેમ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud