સાસરીયામાં રહેતી પત્નિ અને બાળકોને મળવા માટે ગયા હતા
વાત-વાતમાં ઝગડો થતા સાળો ધર્મેશ રાજેશ સોલંકી ચપ્પુ લઇને આવ્યો હતો
પતિએ ચાર સાસરીયાઓ વિરૂદ્ધ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
WatchGujarat.વડોદરામાં પતિ સાસરીમાં બાળકોને મળવા પહોંચતા સાસરીયાઓએ માર મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પતિએ ચાર સાસરીયાઓ વિરૂદ્ધ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા વિકાસ પન્નાભાઇ સોલંકી પાલિકામાં સફાઇ કામદાર તરીકે કોંન્ટ્રાક્ટમાં ફરજ બજાવે છે. વિકાસભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 15 મે ના રોજ તેઓ મામાના દિકરાના લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી રાત્રે સાડા બાર વાગ્યે કોર્ટયાર્ક નગર ખાતે સાસરીયામાં રહેતી પત્નિ અને બાળકોને મળવા માટે મામા સહિત અન્ય સાથે ગયા હતા. જ્યાં સસરાએ કહ્યું કે, અહિં આવવું નહિ, જેથી તેઓએ કહ્યું કે, હું મારા બાળકોને મળવા આવ્યો છું. આ વાત બાત બંને વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. જે બાદ સાળો ધર્મેશ રાજેશ સોલંકી ચપ્પુ લઇને આવ્યો હતો. અને વિકાસભાઇની આંખના નીચે મારી દીધું હતું. ત્યારે સ્થળ પર હાજર અન્યએ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. તો તેને પણ માર મારવામાં આવ્યો હતો.
આખરે તમામે ત્યાંથી ભાગીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાંથી સારવાર માટે એસએસજી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. હાલ તેઓ તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર લઇ રહ્યા છે. પાણીગેટ પોલીસમાં રાજેશભાઇ બાબુભાઇ સોલંકી, ધર્મેશ રાજેશ સોલંકી, જીગો સોલંકી, તથા જીગો ડીજે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- સાસરીયામાં રહેતી પત્નિ અને બાળકોને મળવા માટે ગયા હતા
- વાત-વાતમાં ઝગડો થતા સાળો ધર્મેશ રાજેશ સોલંકી ચપ્પુ લઇને આવ્યો હતો
- પતિએ ચાર સાસરીયાઓ વિરૂદ્ધ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી