• યુવતિનો મૃતદેહ દિવાળી પર્વ પહેલાં મળી આવ્યો હતો
  • યુવતિને મદદ કરનાર ડ્રાઇવરે જે કહ્યું તે જાણી તમે ચોંકી ઉઠશો
  • મારા ઉપર બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે. બંને યુવાનો મારા હાથ બાંધીને અને મોંઢા ઉપર ડૂચા મારી રીક્ષામાં લઇ આવ્યા હતા. અને મારા ઉપર બળાત્કાર કર્યો છે – પીડિતાએ ડ્રાઇવરને કહ્યું
  • યુવતી સાથે બળાત્કાર ગુજારનાર યુવાનોના ચહેરા મેં જોયા નથી. પરંતુ, તેઓને ભાગતા જોયા છે – ડ્રાઇવર

WatchGujarat. ચકચારી માનસી ગુપ્તા દુષ્કર્મ વીથ આપઘાત પ્રકરણમાં યુવતિને વેક્સીન મેદાનમાંથી તેની સહેલી પાસે પહોંચતી કરનાર ખાનગી બસ ચાલકે જણાવ્યું હતું કે, હું વેક્સીન મેદાનમાં સાંજે 6-55 કલાકે બસ પાર્ક કરવા માટે ગયો હતો. ત્યાં યુવતી એક ઝાડ નીચે અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ જણાવ્યું હતુ કે, મારા ઉપર બળાત્કાર થયો છે. મોબાઇલની બેટરીથી તેના કપડાં શોધીને તેને પહેરાવી તેની સહેલી પાસે પહોંચતી કરી હતી.

યુવતીને તેની સહેલી પાસે પહોંચતી કરનાર ખાનગી બસના ચાલકે સિલસીલાબધ્ધ વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે, સાંજનો સમય હતો. હું મારી જગ્યાએ ગાડી પાર્ક કરવા માટે ગયો હતો. તે સમયે અવાજ સંભળાતા મારી નજર ઝાડ ઉપર પડી હતી. ઝાડ નીચે એક યુવતી અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ કહ્યું કે, મારા ઉપર બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે. બંને યુવાનો મારા હાથ બાંધીને અને મોંઢા ઉપર ડૂચા મારી રીક્ષામાં લઇ આવ્યા હતા. અને મારા ઉપર બળાત્કાર કર્યો છે. તે સમયે બે છોકરા પણ ઉભા હતા. છોકરાઓને ફટકારવા માટે હું બસમાં ટોમી લેવા ગયો તે દરમિયાન બંને છોકરાઓ ફરાર થઇ ગયા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું કે, યુવતીને વધુ પૂછપરછ કરતા તેણે કોઇ જવાબ આપ્યો ન હતો. દરમિયાન એક પશુપાલક કાકા આવી પહોંચ્યા હતા. તેઓએ યુવતીને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં હું અને કાકા મોબાઇલ ટોર્ચની મદદથી યુવતીએ બતાવેલા સ્થળ પાસેથી કપડાં અને ચપ્પલ શોધી લાવ્યા હતા. કપડાં ફાટેલા હતા. યુવતીને કપડાં આપ્યા બાદ તેણે પહેરી લીધા હતા. કપડાં પહેર્યા બાદ તેણે મારા મોબાઇલ ફોન ઉપર તેની સહેલીને ફોન કર્યો હતો. સહેલીને ચકલી સર્કલ પાસે આવવા માટે જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું કે, છોકરીને મારી ગાડીમાં મૂકી જવા માટે જણાવ્યું હતું. પરંતુ, તેણીએ ગાડીમાં જવા માટે ઇન્કાર કરી દીધો હતો. આથી હું તેને ચાલતા ચકલી સર્કલ પાસે મુકવા નીકળ્યો હતો. રસ્તામાં ઓટો રિક્સામાં જવાનું કહ્યું. યુવતીએ રીક્ષામાં જવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આથી હું અને યુવતી ચાલતા ચકલી સર્કલ પહોંચ્યા હતા. જ્યાં તેની સહેલી આવતા સોંપી દીધી હતી.

વધુમાં તેઓએ ઉમેર્યું કે, યુવતીની સહેલીને યુવતી સાથે બનેલી ઘટના અંગે મેં જાણ કરી હતી. અને જણાવ્યું કે, આપડે પોલીસ ફરિયાદ કરવી જોઇએ. ત્યારે તેની સહેલીએ જણાવ્યું કે, ફરિયાદ કરવી નથી. હું તેની સાથે વાત કરી લઇશ. યુવતીને સોંપ્યા બાદ હું મારા ઘરે જતો રહ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને મારી સાથે એક ગોપાલકે પણ મદદ કરી છે. આજે પોલીસે મારી આ ઘટના સંદર્ભે પૂછપરછ કરી છે. યુવતી સાથે બળાત્કાર ગુજારનાર યુવાનોના ચહેરા મેં જોયા નથી. પરંતુ, તેઓને ભાગતા જોયા છે. તેઓની ઓટો રીક્ષામાં નંબર પણ જોયો નથી. પરંતુ, તેઓની રિક્સા ઉભેલી જોઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud